Home» Gujarat» Other» Rain in jamnagar

સૌરાષ્ટ્રમાં બીજે દિવસે પણ તોફાની પવન સાથે કમોસમી વરસાદ-કરાં

જીજીએન ટીમ દ્વારા | April 22, 2014, 03:29 PM IST

જામનગર :

વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરનાં કારણે ભર ઉનાળે જામનગર સહિત સૌરાષ્ટ્રનાં મોટા ભાગના વિસ્તારોમાં પરમદિવસે કમોસમી વરસાદ- કરાં પડયા બાદ ગઈકાલે બીજા દિવસે પણ  તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક સ્થળોએ કરા પડયા હતા. જામનગર જિલ્લામાં કાલાવડ, લાલપુર પંથકમાં અડધોથી દોઢ ઈંચ કમોસમી વરસાદ વરસ્યો હતો. તોફાની પવન અને કરાં સાથે વરસેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકશાની થવા પામી છે.

જામનગર જિલ્લામાં લાલપુર પંથકમાં ગઈકાલે બપોરે ૩થી ૫ વચ્ચે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે કરાં સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં એકથી દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેમાં લાલપુરમાં અડધો ઈંચ તથા આસપાસનાં ગ્રામ્ય વિસ્તારો નાનદોરી, વીજપર, ચોરબેરી, નાના ખડબા, મોટા ખડબા, મોટા ભરૃડીયા, વાવડી, વીજપુર તથા મોરીલામાં કરાં સાથે એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

કમોસમી વરસાદનાં કારણે લાલપુર પંથકમાં ખેતરોમાં પાણી ભરાતા ખેતી પાકને નુકશાની થવા પામી હતી. ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી. મોટા ખડબામાં પ્રવીણસિંહ બ્રિજરાજસિંહ જાડેજાની વાડીમાં વીજળી ત્રાટકતા બળદનું મોત નિપજ્યું હતું.

કાલાવડ અને આસપાસનાં વિસ્તારોમાં સાંજે ૫થી ૫-૪૫ કલાક દરમ્યાન ભારે પવન સાથે અડધો ઈંચ વરસાદ વરસી જતાં માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતાં. જામનગરમાં આજે સવારે અસહ્ય બફારો અને ઉકળાટ અનુભવાયો હતો. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા વાદળછાંયા હવામાન વચ્ચે ઝાપટું વરસી ગયું હતું. કલ્યાણપુર પંથકમાં પણ ઝાપટું વરસી જતા માર્ગો ભીના થયા હતાં. જામનગર શહેર - જિલ્લામાં સતત ત્રીજા દિવસે હવામાનમાં પલટા સાથે સોમવારે બપોર બાદ આકાશમાં ધેરાયેલા વાદળોએ લાલપુર અને કાલાવડ ગ્રામ્ય પંથકમાં હળવા ભારે ઝાપટાથી દોઢેક ઇંચ જેટલો વરસાદ વરસ્યાના વાવડ મળ્યા છે.કાલાવડ પંથકમાં પોણો ઇંચથી વધુ તો લાલપુર ગ્રામ્યમાં એકથીદોઢ ઇંચ જેટલુ પાણી વરસ્યાના અહેવાલ સાંપડયા છે.

જામનગર સહિ‌ત કાલાવડ,ધ્રોલ-જોડીયા, ભાણવડ, જામજોધપુર, કાલાવડ અને લાલપુર પંથકમાં સોમવારે બપોર બાદ ફરી આકાશમાં કાળા ડીંબાગ વાદળોની હડીયાપટ્ટી સાથે ચૈત્ર માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. કાલાવડમાં સાંજે પાંચેક વાગ્યાના સુમારે ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.લગભગ અડધો કલાક સુધી અવિરત હળવા ભારે ઝાપટાએ પોણો ઇંચથી વધુ પાણી વરસાવ્યુ હોવાના અહેવાલ સાંપડયા છે.

તાલુકાના નાની ભગેડી અને મોટી ભગેડીમાં કરા સાથે તેમજ હરીપર, ખંઢેરા, રણુજા સહિ‌તના ગ્રામ્ય પંથકમાં અડધાથી એકાદ ઇંચ જેટલા વરસાદના અહેવાલ સાંપડયા છે. લાલપુરમાં બપોરથી છવાયેલા મેધાવી માહોલ વચ્ચે સાંજે સવા ચાર વાગ્યાના સુમારે કરા સાથે સામાન્ય ઝાપટા વરસ્યા હતા.ત્યારબાદ પણ ગાજ વિજ સાથે વરસાદી માહોલ યથાવત રહયો હતો અને પાંચ વાગ્યા બાદ ફરી શરૂ થયેલા હળવા વરસાદી ઝાપટાઓએ માર્ગો ભીના કર્યા હતા. લાલપુરમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા સાથે જ વિજરાણીએ રૂષણા લીધા હતા. તાલુકાના નાંદુરી, ભરૂડીયા, મોટા ખડબા, નાના ખડબા, રીંજપર, મુરીલા, ચોરબેડી સહિ‌તના ગ્રામ્ય પંથકમાં પણ એકથીદોઢ ઇંચ જેટલા વરસાદના વાવડ મળ્યા છે.જયારે ભાણવડ,જામજોધપુર અને ધ્રોલ પંથકમાં પણ સોમવારે મોડી સાંજ સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

DP

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %