
કોઈ પણ રાષ્ટ્ર અને રાજ્યના વિકાસમાં નાના અને મધ્યમ કદના ઉધોગો મહત્વનો ભાગ ભજવે છે. પોતાની રીતે આયોજનબદ્ધ કામ કરી રહેલા લોકોને સન્માનવા ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્રારા પ્રેરણાત્મક પગલું ભરવામાં આવી રહ્યું છે. ક્યૂએમએ દ્રારા એમએસએમઈ સેક્ટરના વિવિધ પ્રતિભાશાળીઓને સન્માનવા સૌ પ્રથમવાર ગુજરાતમાં એક એવોર્ડ સમારંભનું આયોજન થઈ રહ્યું છે. જેમાં ક્વોલિટી માર્કના પ્રેસિડેન્ટ હેતલ ઠક્કર, બીએમઆરડીએ સર્ટિફિકેશનના ધીરજ રાઠી તેમજ એજાઈલ ગ્રુપના સીઈઓ નવીન ચોપરા સહિત 10 સભ્યોની ટીમ સંકળાયેલી છે. આ એવોર્ડ 10મે ના રોજ રોડ વાયએમસીએ ક્લબ ખાતે યોજાશે.
ક્વોલીટી માર્ક ટ્રસ્ટના પ્રેસિડેન્ટ હેતલ ઠક્કરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે એમએસએમઈ જગતમાં એક બાબત ખૂબ અગત્યની છેકે અહીં વન મેન શો ચાલતો હોય છે. અને તેમાં રિઝલ્ટનું ખૂબ પ્રાધાન્ય હોય છે. એટલે આ રીતે કામ કરતા લોકોના આઈડિયા, તેમના પ્રોગેસને અમે એપ્રિશિએટ કરવા માંગીએ છીએ. જેના માટે અમારા હાઈ પ્રોફેશનલ જ્યૂરીએ જુદી જુદી 80થી 100 કેટેગરીના એવોર્ડ નક્કી કર્યા છે. ડિસેમ્બરથી શરૂ કરેલા નોમિનેશન્સમાં અમારી પાસે ઘણી બધી એન્ટ્રી આવી છે જેમાંથી અમારી ટીમે 1250 નોમિનેશન્સ પસંદ કર્યા છે. આ એવોર્ડમાં ગુજરાતની બધી જ ચેમ્બર ઓફ કોમર્સ પણ જોડાઈ રહી છે. અને ઉધોગ પ્રધાન સૌરભ પટેલ દ્રારા આ એવોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત આ એવોર્ડ સમારંભમાં ઈસરોના ડિરેક્ટર અશોક જૈન પણ ઉપસ્થિત રહેશે.
તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકારના એવોર્ડનું આયોજન આખા ભારતમાં માત્ર ગુજરાતમાં થઈ રહ્યું છે તે વાતનો અમને ખૂબ આનંદ છે. અમે એવોર્ડ માટે હેલ્થ, સેફ્ટી, ક્વોલીટી, એન્વાયરમેન્ટ ફાઈનાન્શિયલ ગ્રોથ જેવી ઘણી બાબતોને ધ્યાનમાં રાખી છે. ઉલ્લેખનીય છેકે ક્વોલીટી માર્ક ટ્રસ્ટ યોગ્ય ગુણવતા સાથે વેપારને કેવી રીતે ચલાવવો તે બાબત સાથે સંકળાયેલું છે. તેથી જ ક્વોલિટી માર્ક ઉધોગની ગુણવતાનું ઓડિટ કરી આપે છે. આ ઉપરાંત ક્વોલિટી માર્ક દ્રારા નાના તેમજ મધ્યમ કદના ઉધોગોના સંચાલક મંડળને સંચાલનની તાલીમ પણ આપે છે. સાથે સાથે ટીમ બિલ્ડીંગ, માર્કેટીંગ ટેકનિક્સની તાલીમ પણ આપવામાં આવે છે.
MP/RP
Reader's Feedback: