ગુજરાતના પવિત્ર યાત્રાધામ ખાતે ચાલતી ઉડન ખટોલા એટલે કે ટ્રોલી સેવાની સલામતી સામે પ્રશ્નાર્થ સર્જાય તેવો એક ચોંકાવનારો બનાવ 18 નવે.ના રોજ પંચમહાલ જીલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે બન્યો હતો. જેમાં અચાનક જ ટ્રોલીઓ હવામાં અધ્ધવચ્ચે રોકાઈ ગઈ હતી. અને હિંચકાની જેમ ઝુલવા લાગતાં યાત્રિકોમાં ફફડાટ પેસી ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે 18નવે.ના રોજ રવિવારની રજા અને લાભપાંચમના તહેવારને કારણે પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોનો ભારે ધસારો હતો. જલ્દી દર્શન કરીને નીચે આવવા માટે મોટાભાગના યાત્રિકો ટ્રોલીનો ઉપયોગ કરતાં હોય છે. સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ યાત્રિકો દર્શન માટે ટ્રોલીમાં બેઠા. અને ધીમે ધીમે ટ્રોલી ઉપરની તરફ જવા લાગી. યાત્રિકોને દોરડાનો અવાજ કંઇક વધારે હોય તેમ લાગ્યું હતું અને ટ્રોલી પરાણે ઢસડાતી હોય તેવું લાગ્યું. પળવારમાં તો એકાએક તમામ ટ્રોલીઓ રોકાઈ ગઈ.
તે વખતે તમામ ટ્રોલીઓ ભરાયેલી હતી. એક ટ્રોલી કે જે ઉપરની તરફ પહોંચવામાં હતી તે એકાએક ઝુલાની જેમ હાલવા લાગી. હીજી ટ્રોલીઓ પણ હાલવા લાગી. તેમાં બેઠેલા સૌ યાત્રિકોના જીવ તાળવે ચોંટી ગયા. હમણાં જ જાણે કે ટ્રોલી નીચે પડી જશે એમ જણાતું હતું. ટ્રોલી સેવા પૂરી પાડતા સંચાલકો દ્વારા લાઉડ સ્પીકર પર કંઈક જાહેરાત પણ થઈ. સૌ યાત્રિકો એકબીજાના હાથ પકડીને બેસી રહ્યાં અને શું થશે તેની ચિંતામાં હતા. જો કે એનાઉસમેન્ટ બાદ તરત જ ધીમે ધીમે ટ્રોલી રાબેતા મુજબ ચાલવા લાગી અને ઉપર પહોંચ્યાં બાદ યાત્રિકોના જીવમાં જીવ આવ્યાં હતા. યાત્રિકો દ્વારા ફરજ પરના કર્મચારીને શું થયું હતું તેમ પૂછપરછ કરાતાં તેમણે ચિંતાતુર સ્વરમાં કહ્યું કે ઈમ્બેલેન્સ થઈ ગયું હતું. જો કે ત્યારબાદ ટ્રોલીઓ યથાવત ચાલતી હતી.
આ ઘટના બાદ યાત્રિકોના મનમાં સવાલો પેદા થયાં કે રજા કે તહેવાર દરમ્યાન વધુ વકરો મેળવવા સંચાલકો દ્વારા સલામતીની ઉપેક્ષા તો કરાતી નથી ને? ઈમ્બેલેન્સ એટલે શું ? આ સમસ્યા કેમ સર્જાઈ તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. હવામાં જમીનથી સેંકડો ફૂટ ઉપર હવામાં ઝુલાની જેમ હાલક ડોલક થતી ટ્રોલીઓ તુટી ગઈ હોત તો કેટલી મોટી ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હોત. એવા સમયે કોઈ યાત્રિકે બીકના માર્યા ટ્રોલીમાંથી ભૂસકો માર્યો હોત તો. આ તમામ શક્યતાઓ રહેલી હતી. ટ્રોલીના સંચાલકોની સરકારે કે જીલ્લા કલેક્ટરે આ બનાવનો ખુલાસો માંગવો જોઈએ કે એકાએક હવામાં ટ્રોલીઓ કે રોકાઈ ગઈ ? શું સંચાલકોની કોઈ બેદરકારી હતી કે કેમ. જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને.નોંધનીય છે કે આ અગાઉ પણ પાવાગઢ ખાતે ટ્રોલીઓ તુટી પડવાની ઘટના બનેલી છે. જેમાં કેટલાક યાત્રિકોના નિધન પણ થયાં હતા. જમીનથી અધ્ધર હવામાં ઝુલાની જેમ હાલક ડોલક થતી ટ્રોલીની સલામતી માટેના શું પગલાં છે તે પણ સંચાલકો પાસેથી સત્તાવાળાઓએ જાણવું જોઈએ એવી યાત્રિકોમાં લાગણી પ્રવર્તી હતી.
PG/DP
જ્યારે યાત્રિકોના જીવ અધ્ધર થઈ ગયા
અમદાવાદ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 78.54 % |
નાં. હારી જશે. | 20.82 % |
કહીં ન શકાય. | 0.64 % |
Reader's Feedback: