મનમોહન સિંહનાં પૂર્વ સહયોગી સંજય બારૂનાં પુસ્તક પર વિવાદ યથાવત્ છે. 300 પેજનાં આ પુસ્તક ‘ધ એક્સીડેંટલ પ્રાઇમ મિનિસ્ટર, ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઑફ મનમોહન સિંહ’માં સંજય બારુએ દાવો કર્યો છે કે મનમોહન સિંહ બીજા કાર્યકાળમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને સહયોગી પાર્ટીઓ સમક્ષ નમી ગયા હતા.
પણ હવે સંજય બારુએ વડાપ્રધાનનો બચાવ કરતા તેમની તુલના ભીષ્મ સાથે કરી છે. બારુએ કહ્યુ કે મનમોહન સિંહે મહાભારતનાં ધૃતરાષ્ટ્રની જેમ નહીં પણ ભીષ્મની જેમ કામ કર્યુ. જે રીતે મહાભારતમાં દ્રૌપદીનું ચીર હરણ થઇ રહ્યુ હતુ, અને ત્યા હાજર ભીષ્મ ઇચ્છવા છતા કાંઇ ન કરી શક્યા. કાંઇક આવી જ પરિસ્થિતી મનમોહન સિંહની હતી.
બારુએ કહ્યુ કે યુપીએ સરકારમાં અંતિમ નિર્ણય સોનિયા ગાંધી જ લેતા હતા. નોંધનીય છે કે પોતાના પુસ્તકમાં સંજય બારુએ પીએમનું રિમોટ સોનિયા ગાંધી પાસે હોવાનો દાવો કર્યો છે. જે બાદ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ આ બાબતને ભાજપનું ષડયંત્ર ગણાવી રહી છે. જ્યારે ભાજપને કોંગ્રેસ પર પ્રહાર કરવાનો મોકો મળ્યો છે.
DP
Reader's Feedback: