Home» India» India Politics» Sonia gandhi weakened manmohan singh created parallel power structure book

ડૉ.મનમોહન નબળા વડાપ્રધાન: સંજય બારુ

Agencies | April 12, 2014, 01:12 PM IST

નવી દિલ્હી :

વડાપ્રધાન ડૉ.મનમોહન સિંઘનાં  મીડિયા સલાહકાર રહી ચૂકેલા ડો. સંજય બારુના પુસ્તક 'ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર- ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ'માં કરવામાં આવેલા  ખુલાસાથી કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. પુસ્તકમાં દાવો કરાયો છે કે, સોનિયાએ ધીમેધીમે વડાપ્રધાનની બધી સત્તાઓ છીનવી લઈ સમાંતર માળખું ઉભું કર્યું હતું અને મનમોહન સિંહને રબ્બર સ્ટેમ્પ બનાવી દીધા હતા. જો કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા પુસ્તકમાં કરવામાં આવેલા તમામ દાવા ફગાવી દેવામાં આવ્યા છે.

પુસ્તકમાં પૂર્વ મીડિયા સલાહકારે ખુલાસો કર્યો છે કે, ડો. સિંહ તદ્દન નબળા વડાપ્રધાન હતા અને તેમના મંત્રી તેમના કાબૂમાં ન હતા. તેમણે લખ્યું છે કે, મંત્રીઓને એ ખબર હતી કે, તે પોતાના પદ પર સોનિયા ગાંધીના કારણે છે, તેથી તેમના પર મનમોહન સિંઘનું  નિયંત્રણ ન હતું.

પુસ્તકમાં કરવામાં આવેલા દાવા મુજબ મનમોહન સિંહ  રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર સી. રંગરાજનને નાણામંત્રી બનાવવા માગતા હતા. તેને બદલે સોનિયા ગાંધીએ વડાપ્રધાનની સલાહ લીધા વિના પ્રણવ મુખર્જીને  નાણામંત્રી બનાવવાનો નિર્ણય કરી લીધો હતો.

ટેલિકોમ કૌભાંડમાં ફસાયેલા દ્રમુક નેતા અને તત્કાલીન દૂર સંચાર મંત્રી એ. કે. રાજા વિશે ડો. બારુના પુસ્તકમાં કહેવાયું છે કે, વડાપ્રધાન તેમને પહેલા જ હટાવવા માગતા હતા, પરંતુ તેવું થવા દેવાયું નહીં. બારુનું કહેવું છે કે, મનમોહન સિંહને વડાપ્રધાનનું પદ તો મળ્યું પરંતુ તેમને તેના અધિકાર મળ્યા ન હતા.

ભાજપે આ મુદ્દે પ્રતિક્રીયા આપતા કહ્યુ કે ભાજપના નેતા એમ. વૈંકયા નાયડુએ કહ્યું કે,  અમે તો પહેલા દિવસથી કહેતો આવ્યું છું કે, વહીવટ વડાપ્રધાન કરે છે, નિર્ણયો મેડમ લે છે.

DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.54 %
નાં. હારી જશે. 20.82 %
કહીં ન શકાય. 0.64 %