Home» Crime - Disaster» Accident» Fire in andaman express rail route disrupted

અંડમાન એક્સપ્રેસના પાર્સલ બોગીમાં લાગી આગ

Agencies | April 21, 2014, 02:01 PM IST

લખનૌ :

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં આજે અંડમાન એક્સપ્રેસની એક બોગીમાં આગ લાગી ગઈ, જેના કારણે મુસાફરોમાં નાસભાગ થઈ ગઈ, ઘટનાને કારણે વ્યસ્ત દિલ્હી – ઝાંસીના રસ્તા પર રેલગાડિઓના પરિવહનને અસર પડી છે. ઝાંસથી આશરે 30 કિમી દૂર બિજૌલી સ્ટેશનની પાસે અંડમાન એક્સપ્રેસના પાર્સલ બોગીમાં સવારે આશરે 3 વાગ્યે અચાનક આગ લાગી ગઈ, સૂચના છે કે ત્યાર બાદ ટ્રેનને રોકીને ડબ્બાને  અલગ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

રાજકીય રેલ્વે પોલીસ ઝાંસીના સ્ટેશનના પ્રભારી એન.એસ.સૈંગરે સંવાદદાતાઓને જણાવ્યું કે પાર્સલ બોગીના ડબ્બાના એન્જિનના પાછળ લગાડવામાં આવ્યો હતો. આગની જાણકારી બાદ તેને અલગ કરી દેવામાં આવ્યું આગને ઓલવવામાં આવી. ટ્રેનને આશરે 7 કલાકે પછી સવારે 10 વાગ્યે રવાના થઈ.

ઘટનામાં કોઈ ઘાયલ થવાની બાબતે ઈન્કાર કરતા સૈંગરે કહ્યું કે ઘટના કયા કારણથી થઈ હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે ઘટનાને કારણે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના તરફથી આવતી – જતી 25 ટ્રેનોના પરિવહન પર અસર પડી હતી.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.54 %
નાં. હારી જશે. 20.82 %
કહીં ન શકાય. 0.64 %