(ફાઈલ ફોટો)
નવી દિલ્હી :આજે સવારે ચેન્નઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન સતત બે વિસ્ફોટથી હલી ગયું છે. સ્ટેશન પર ઉભી રહેલી બેંગ્લોર ગુવાહાટી એક્સપ્રેસમાં બે વિસ્ફોટ થયા. આ વિસ્ફોટ સવારે આશરે 8 વાગ્યાની આસપાસ થયો. વિસ્ફોટમાં એક મહિલાની મોત થઈ ગઈ છે જ્યારે આશરે 10 થી વધારે લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જાણકારી મુજબ ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર નવ પર જ્યારે બેંગ્લોર ગુવાહાટી એક્સપ્રેસ પહોંચી ત્યારે ટ્રેનની બે અલગ અલગ બોગીઓમાં વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં એક મહિલાની મોત થઈ ગઈ છે. વિસ્ફોટમાં ટ્રેનની રાહ જોઈને ઉભેલા લોકોને હાની પહોંચી હતી.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એક વિસ્ફોટ બેંગ્લોર ગુવાહાટી એક્સપ્રેસના એસ-4 કોચમાં થયો જ્યારે બીજો વિસ્ફોટ એસ – 5 કોચમાં થયો. એસ – 4 કોચમાં બોમ્બ સીટ નંબર 70ની નીચે રાખવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળને ખાલી કરાવીને તપાસ શરૂ કરી દીધી. વિસ્ફોટ બેંગ્લોર ગુવાહાટી એક્સપ્રેસના સ્ટેશન પર પહોંચ્યા પછી તુરંત થયો. ઘાયલોને રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.
પોલીસે આ મામલામાં એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. આ શંકાસ્પદ વ્યકિતએ ટ્રેનમાં છુપાઈની બેઠો હતો. હાલ તો તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.મૃતકના પરિવારવાળાઓને એક લાખ રૂપિયા આપવાનું એલાન કર્યું છે જ્યારે ઘાયલોને 25 હજાર રૂપિયા આપવાની વાત કહી છે.
PK
Reader's Feedback: