નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અને ગોથે ઇન્સ્ટિટ્યૂટ-મેક્સમ્યુલર ભવન મુંબઈ દ્વારા જર્મની ઇન્ડિયા 2011-2012નું ‘પરિક્રમા’ નામે એક્ઝિબિશન અમદાવાદ ખાતે આજથી યોજાનાર છે.
‘પરિક્રમા’ ફોટોગ્રાફી એક્ઝિબિશન, જર્મનીની એકેડેમી ઓફ વિઝ્યુલ આર્ટ અને એનઆઈડી ફોટોગ્રાફી ડિઝાઇન ડિસિપ્લિનના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન 7 સપ્ટેમ્બરે 4 વાગ્યે એનઆઈડી પાલડી ખાતે આવેલી ડિઝાઇન ગેલેરીમાં ખુલ્લું મૂકવામાં આવશે.
આજથી શરૂ થતું આ પ્રદર્શન 16 સપ્ટેમ્બર 2012 સુધી ચાલશે. ‘પરિક્રમા’ ફોટોગ્રાફી એક્ઝિબિશન જોવા માટેનો સમય સવારના 10થી સાંજે 7 વાગ્યા સુધીનો છે.
ગોથે ઇન્સ્ટિટ્યૂટ મેક્સમ્યુલર ભવન દ્વારા ‘એમજી રોડ’ નામે એક એન્ય એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું છે. આ ફોટોગ્રાફ્સ વિઝ્યુલ આર્ટ(એચજીબી)ના ફેકલ્ટી પ્રોફેસર હૈદી સ્પીકરે પાડ્યાં છે. ‘એમજી રોડ’ પ્રદર્શન આત્માહોલ, આશ્રમરોડ ખાતે 8 સપ્ટેમ્બરે 4 વાગ્યે ખુલ્લું મૂકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જર્મનીના લેઇપઝિંગની મેક્સમ્યુલર ઇન્સ્ટિટ્યૂટે વિઝ્યુલ આર્ટના 13 વિદ્યાર્થીઓ તથા એનઆઈડીના વિદ્યાર્થીઓએ ‘ફોટોગ્રાફિક ફોકસ ઓન સિટી સ્પેસ ઓફ અહેમદાબાદ’ પર ફોટોગ્રાફી કરી હતી. આ વર્કશોપનું સંકલન જર્મનીના પ્રોફેસર હૈદી સ્પીકર અને એનઆઈડીના ડો. દીપક જ્હોન મેથ્યૂએ કર્યું હતું.
પરિક્રમા અંતર્ગત વિદ્યાર્થીઓએ રિવરફ્રન્ટ પ્રોજક્ટ, ચબૂતરા, શહેર ફરતો કિલ્લો, પરિવહન ઉપરાંત શહેરના આર્કિટેક્ચરલ વાતાવણને ફોટોગ્રાફીમાં દર્શાવ્યું છે.
MP / KP
Reader's Feedback: