અમદાવાદ એરપોર્ટ ઉપરથી એર કાર્ગોમાં ડીઆરઆઇએ લાખોની કિંમતનું સોનું ભરેલું પાર્સ ઝબ્બે કર્યું છે. જોકે એ બાબતની હજી સુધી ખબર નથી પડી કે આ પાર્સલ કોણે મોકલ્યું છે.
26 જાન્યુઆરીની રાત્રે એર કાર્ગોમાંથી ડીઆરઆઇએ લાખો રૂપિયાનું પાર્સલ જપ્ત કર્યું છે. પરંતુ આ પાર્સલ કોનું છે અને કોણે મોકલ્યું છે. તે સંદર્ભે તપાસ આરંભી દીધી છે. પરંતુ પાર્સલ ઉપર બહુ ઓછી માહીતી હોવાથી તપાસમાં વિલંબ થવા પામ્યો છે. અને હવે થોડી માહિતીના આધારે જ સત્વરે આગળની તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે સોનાની આયાત ડ્યૂટીમાં વધારો થતા અચાનક સોનાની આયાતમાં ચોરીનું પ્રમાણ વધ્યું છે. અને હવે વારંવાર એવી ઘટનાએ બની રહી છે કે સોનાની આચાત ડ્યૂટી ભર્યા વિના જ સોનું દાખલ કરી દેવાય છે. અને આ પાર્સલના કિસ્સામાં પણ ડીઆરઆઇએને શંકા ન જાય તે માટે પાર્સલમાં સોનું મોકલાયું હોવાનો મત ડીઆરઆઇએ વ્યક્ત કર્યો હતો.
MP/RP
Reader's Feedback: