ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં હવનનું સવિશેષ મહત્વ રહેલું છે. જીવન અને ઘરમાં સુખ શાંતિ રહે તે હેતુથી વિવિધ પ્રકારના હોમ-હવન થાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ખેડૂતો ખેતરને રોગ જીવાતથી મુક્ત રાખવા માટે ખેતરમાં સવાર સાંજ ચોકક્સ સમયે યજ્ઞની આહુતિ આપે છે.
ખેતરમાં ચોક્કસ સમયે સવાર સાંજ હવન કરીને રોગ જીવાત મુક્ત રાખવું તે એક પ્રાચીન રીત છે. જે અગ્નિહોત્ર ફાર્મિગ કહે છે. ગુજરાતમાં ખેડૂતોનો રસ અગ્નિહોત્ર ફાર્મિગ પ્રત્યે રસ વધતો જાય છે.ચરોતર પંથકના અમુક ખેડૂતો અગ્નિહોત્ર ફાર્મિગ વર્ષોથી કરતા આવ્યાં છે. પરંતુ આધુનિક્તા વચ્ચે અગ્નિહોત્ર ફાર્મિગ જેટલી ધીરજ અને સમય જવાન ખેડૂતો પાસે નથી તેમ કહેતા રાધેશ્યામભાઈના મતે વાઈરલ રોગને રોકવા માટે હું અગ્નિહોત્ર ફાર્મિગ કરું છું. અગ્નિહોત્ર ફાર્મિગમાં કોઈ મંત્રોચ્ચાર એવું કોઈ નથી પરંતુ ગાયના છાણમાં અગ્નિ પ્રગટાવીને ધીની આહુતિ આપવાથી પાક ઉપર તેની સારી અસર થાય છે.
આ ઉપરાંત અનેક ખેડૂતોના મતે અગ્નિહોત્ર ફાર્મિગથી પાકનું વાવેતર વધે છે. જે પાકમાં વધેલી ઉર્જાના એંધાણ છે. પાક ઉપર લાગેલી બિનજરૂરી જીવાતોનો નાશ થાય છે.તમને જાણીને નવાઈ લાગશે કે ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના જેવા દેશોમાં છેલ્લા બે દાયકાથી અગ્નિહોત્ર ફાર્મિગમાં વધારો થયો છે. પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતો અગ્નિહોત્ર ફાર્મિગ સરળતાથી કરી શકે છે. તેની માટે કોઈ સવિશેષ ખર્ચો કરવો પડતો નથી. અગ્નિહોત્ર ફાર્મિગ ઘણું સરળ છે તેમાં છાણાને પ્રગટાવીને તેમાં ગુગળ મિક્સ કરી દેવામાં આવે છે અને તેમાં ગાયના ઘીની આહુતિ આપવાથી જે ધૂમાડો બને છે. તેની અસરથી પાક જીવાણું મુક્ત બને છે.
RP
Reader's Feedback: