રાજકોટમાં અનેક નર્સિંગ કોલેજો ચાલી રહી છે ત્યારે શહેરના કાલાવડ રોડ ઉપર કામદાર નર્સિંગ કોલેજની ઓફીસ આવેલી છે અને તેની નર્સિંગ કોલેજ શહેરથી દુર હરીપર તરફ ચાલી રહી છે. કામદાર નર્સિગ કોલજની વિધાર્થીઓએ માનિસક ત્રાસને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જેમાં તેમણે મલાયમ સ્ટાફને દૂર કરવાની માંગણી કરી છે.
જોકે કામદાર નર્સિગ કોલેજની વિધાર્થીઓના વિરોધને પ્રબળ બનાવા માટે એનએસયુઆઈના આગેવાનો પણ પહોંચી ગયા હતા. જેમણે જરૂર પડે તો પોલીસ ફરિયાદ કરવાની ખાતરી આપી હતી.
વિધાર્થીનીઓ સહિત એનએસયુઆઈ વાઈન્સ ચાન્સેલરને રજૂઆત કરવા પહોંચી ગયો હતો. જેમાં વિધાર્થીનીઓએ માનસિક ત્રાસ સહિત શારિરીક છેડતી થતી હોવાની ફરિયાદો કરી હતી. જેમાં તેમણે નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સીપાલ અને બે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારી હતી.
આ અંગે કામદાર નર્સિંગ કોલેજના ટ્રસ્ટી પોતાનો લૂલો બચાવ કરતા નજરે પડ્યાં તેમણે કહ્યું કે આ કોલેજમાં 180 વિધાર્થીનીઓ અભ્યાસ કરે છે. જેમાંથી માત્ર 30 વિદ્યાર્થીનીઓ જ રજૂઆત કરવા આવી છે તેમ છતાં આજે સાંજે સ્ટાફ સાથે મીટીંગ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જો વિદ્યાર્થીનીઓની રજૂઆત યોગ્ય લાગશે તો સ્ટાફ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
JJ/RP
Reader's Feedback: