વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. દ્રારા કલ્ચર એકચેન્જ પ્રોગ્રામને મંજૂરી મળતા વિદેશી વિઘાર્થીઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. જે અંતર્ગત આવતા વર્ષ માટે કુલ 12 વિદેશી વિઘાર્થીઓએ અરજી કરતા ગુજરાત અને સુરત માટે ગૌરવની વાત છે.
ગત વર્ષે જ કલ્ચર એકચેન્જ પ્રોગ્રામને સેનેટની મંજુરી મળી જતાં શરૂ કરવામાં આવ્યો હતોજેમાં ગત વર્ષે ૧૫ વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને હાલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે.
આ કાર્યક્રમ અંતગર્ત આવતા વર્ષમાં અભ્યાસ માટે ૧૨ વિદેશી વિદ્યાર્થીઓની અરજીઓ યુનિવર્સિટીને મળી છે. જેમાં ૧ વિદ્યાર્થી ઘાનાથી અને ૧૧ વિદ્યાર્થીઓ ઇથોપીયા દેશમાંથી કરી છે. તેમની અરજીઓને હાલ યુનિવર્સિટી તપાસ કરી મંજુરી આપશે.આવેલી અરજીઓમાંથી ૭ અરજી પી.એચ.ડીના કોર્ષ માટે અને ૫ અરજીઓ માસ્ટરડિગ્રીમાં અભ્યાસ માટે મળી છે. એટલે કે યુનિવર્સિટીના કેમ્પસમાં વધારે વિદેશી વિદ્યાર્થીઓ દેખાય તો નવાઇ નહી.
આ પહેલા પણ યુનિવર્સિટીમાં વર્ષો પહેલા પણ વિદેશી વિદ્યાર્થીઓ માટે આ કલ્ચર એક્ષચેન્ઝ પ્રોગ્રામ ચલાવવામાં આવતો હતો.પરંતુ જે છેલ્લા ૧૫ વર્ષથી કોઇ કારણોથી બંધ હતો.જે ગત વર્ષે જ તેની ફરી શરૂઆત કરવામાં આવી હતી.આમ આ રીતે વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત અને તેમાં સુરતને અભ્યાસ માટે પસંદ કરી રહ્યા છે તે એક સારી વાત છે.
CP/RP
Reader's Feedback: