જામનગરની ઈન્ટેક સંસ્થા દ્વારા રણમલ તળાવમાં પક્ષી અને પર્યાવરણની જાળવણીના મુદ્દે મહાનગરપાલિકા સામે કરવામાં આવેલી રિટની આજે સંભવતઃ અંતિમ સુનાવણી છે ત્યારે બ્યુટીફિકેશનના મોટાભાગના મુદે મહાનગરપાલિકાએ સોગંદનામું કરી શરણાગતિ સ્વીકારી લીધી હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, જામનગરની સંસ્થા દ્વારા રણમલ તળાવ બ્યુટીફિકેશનના મુદ્દે એડવોકેટ નિરવ ઠક્કર અને જામનગરના આરીફ ગોદર મારફત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ભટ્ટાચાર્યની બેન્ચ સમક્ષ દાદ માગવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રણમલ તળાવ ડેવલપમેન્ટ એન્ડ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત તળાવમાં જાયન્ટ વ્હીલ, ઘાટ, એડવેન્ચર પ્લાઝા તથા બોટીંગના પ્રોજેકટને કેન્સલ કરવાનું સોગંદનામું હાઈકોર્ટમાં કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત મહાપાલિકા તંત્ર દ્વારા તળાવમાં મ્યુઝીકલ ફાઉન્ટેન અને લેસર-શો મુદે હાઈકોર્ટને એવી લેખિત સ્પષ્ટતા આપવામાં આવી છે કે, લાઈટીંગ અને લેસર-શો હળવા કરી નાખવામાં આવશે તથા વૃક્ષછેદન પણ નહીં કરવામાં આવે.
જામનગર કોર્પોરેશનના હાઈકોર્ટમાં સોગંદનામા બાદ હવે એન્ટ્રી ફીના મામલે હાઈકોર્ટ શું કહે છે તેનો સહુને ઈંતેજાર છે.
AI/RP
Reader's Feedback: