વિશ્વની સૌથી પ્રાચિન એવી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી-જામનગર પાસે રહેલ હસ્તપ્રતોને ડીઝીટ લાઇઝેશન કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. કેમ કે પ્રાચિન દસ્તાવેજો જાળવવાએ પડકાર હોય છે. કુલપતિ રાજેશ કોટેચાના જણાવ્યા મુજબ ભારતભરમાં જયારે અંદાજે પ૦ લાખ જેટલી હસ્તપ્રતોના જાણે કે નામશેષ થવા જઇ રહ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે આ યુનિવર્સિટી હસ્તક રહેલી ૭૩પ૦ હસ્તપ્રતોના ડીઝીટલાઇઝેશન માટેની પ્રક્રિયા હાથ ધરાઇ છે અને અત્યાર સુધી ૯૦૦ હસ્તપ્રતો અંદાજે એક લાખ પેજના તો ડીઝીટલાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.
ભારતનો પ્રાચિન વારસો જાળવી રાખવા માટે આ હસ્તપ્રતો જે ભોજપત્ર કે હાથ બનાવટના કાગળો ઉપર તેમજ તાલપત્ર ઉપર કાળી શાહીથી લખાણ છે તેને લાંબા સમયે માઠી અસર પણ પહોચી શકે છે માટે તેની જાળવણીનું એક વિજ્ઞાન છે તેનો ઉપયોગ કરવા માટે નિષ્ણાંતોને પણ બોલાવવામાં આવ્યા છે.
પોસ્ટગ્રેજયુએટ વિભાગની લાયબ્રેરીમાં રખાયેલ આ હસ્તપત્રો યુનિવર્સિટીના ઘરેણા સમાન ગણાય છે, જેમાં ઉપચાર પધ્ધતિઓ, યજ્ઞ વિધીઓ, ઔષધ બનાવવાની રીત, શરીર વિજ્ઞાન, ધર્મ, ઉપદેશાત્મક કથાઓ, મંત્ર વિધીઓ, વૃક્ષોના વર્ણન, વનસ્પતિ વર્ણન, શિક્ષણના અંગ, ગણીતના દાખલાઓ વગેરે પાલી, સંસ્કૃત અને ભારતની જુદી-જુદી ભાષાઓ ખાસ કરીને દક્ષિણ ભારતની પણ ભાષાઓમાં લખાયેલા છે.
વેબસાઇટ ઉપર જોઇ શકાશે
આયુર્વેદ યુનિવર્સિટીના પી.આર.ઓ. અશોક ચાવડાના જણાવ્યા મુજબ www.ayurveduniversity.edu.in ઉપરથી આ મેન્યુ સ્ક્રીપ્ટસ અંગેની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ છે. જેનો અનેક સાહિત્ય પ્રેમીઓ લાભ લે છે.
ગુલાબકુંવરબા સોસાયટી અને ગોંડલની પીઠમાંથી વધુ મળી છે.
આયુ.યુનિ.માં સચવાયેલી આ હસ્તપ્રતો મુખ્યત્વે ગુલાબકુંવરબા આયુર્વેદ સોસાયટી અને ભુવનેશ્વરીપીઠ ગોંડલથી પણ મળી છે. તે ઉપરાંત રાજાશાહી વખતમાં જુદા-જુદા સ્ટેટમાં સચવાયેલી પ્રતોમાંથી તેમજ કોઇ વિદ્વાનો, સાહિત્યકારો, સંશોધકો, સંગ્રાહકો, રાજય અને કેન્દ્ર સરકાર તેમજ રાજાશાહી યુગના કલેકશનોમાંથી તથા વિદ્યાપીઠોમાંથી મળી છે.
વેદ-પુરાણ-ઉપનિષદ-વ્યાકરણના વિષયો છે
આયુર્વેદ યુનિવર્સિટીના સાહિત્ય સંશોધન વિભાગના વડા ડો. રાધાકૃષ્ણ જખમૌલાના જણાવ્યા મુજબ ર૦૦ થી માંડી ૧૨૦૦ વર્ષ જેટલી પ્રાચિન આ હસ્તપ્રતોમાં વેદ-પુરાણ-ઉપનિષદ દર્શન-ગણિત-વ્યાકરણ-ઇતિહાસ-સાહિત્ય વગેરે પ્રકારના વિષયોનું ગદ્ય અને પદ્યમાં વર્ણન છે જેના સુત્ર, અંક, મંત્ર, વર્ણન વગેરે સ્વરૂપ છે.
AI/RP
Reader's Feedback: