ભાવનગરના તળાજાના અંબિકા આશ્રમ દ્રારા 11 કિલોની ચાંદીથી બનાવેલી ધજા આજે દ્રારકાધીશના શિખરે અપર્ણ કરવામાં આવી હતી. કલાત્મક કોતરણી વડે 50 ગ્રામ સોનાથી અંકિત કરેલ જય શ્રીદ્રારકાધીશના નામને સુવર્ણ અક્ષરથી શોભિત કરાયું હતું. આ નુતન ધજાના ગામે ગામ સામૈયાઓ કરાયા બાદ ધજા દ્રારકા પહોંચી હતી.
દ્રારકાધીશની આ ધજાને શનિવારના દિવસથી તળાજા તથા આસપાસના નાના રાજસ્થળી, રાજપરા, કુંઢેલી, સાંગણા, કામરોળ,તાપજ ગામ ખાતે પહોંચી હતી. જ્યા સામૈયાઓ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છેકે દ્રારકાધીશ જગત મંદિર પર આજ દિન સુધી કાપડની ધજા ચડાવામાં આવે છે. ત્યારે ચાંદીની ધજા ચડાવાનો આ પ્રથમ બનાવ છે. 11 કિલો ચાદીં અને 50 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
AI/RP
Reader's Feedback: