Home» Development» Health» New mom s brest feeding

શિશુનું સ્તનપાન અસ્થમાનો ખતરો ઓછો કરેઃ અભ્યાસ

એજન્સી | April 01, 2014, 04:12 PM IST

લંડન :
નવજાત શિશુ કેટલા વર્ષ સુધી સ્તનપાન કરે છે કે તેમની માતા અમુક વર્ષો સુધી સ્તનપાન કરાવે છે તેના પર તેમના સ્વાસ્થ્યનો આધાર રહેલો છે. જે શિશુ લાંબા સમય સુધી સ્તનપાન કરે છે તેમના ફેફસા વધુ સારી રીતે કામ કરે છે તેમ એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.
 
બોટલમાંથી દૂધ પીનાર બાળકોની સરખામણીમાં શિશુ તરીકે વધુ સ્‍તનપાન કરનાર બાળકોમાં અસ્‍થમાનો ખતરો પણ ઓછો રહે છે.  નવજાત શિશુ પર સ્‍તનપાનની અસર અંગે અગાઉ પણ અનેક અભ્‍યાસ થઈ ચૂક્‍યા છે. જોકે અગાઉના અભ્યાસોમાં સ્તનપાનની ફેફસા ઉપર અસર થાય છે કે કેમ તેની નોંધ લેવામાં આવી નહોતી.
 
સંશોધનમાં જણાવવામાં આવ્યું છે  કે સ્તનપાન ઓછો સમય કરાવવાથી બાળકોમાં અસ્‍થમાનો ખતરો વધી જાય છે. અભ્યાસમાં એવું પણ જણાવવામાં  આવ્‍યું છે કે તેનાથી અસ્‍થમા રોગ ધરાવતી માતાઓને પણ ફાયદો થાય છે.  અભ્‍યાસમાં મુજબ નવજાત શિશુમાં સ્‍તનપાનના લીધે ફેફસાની કામગીરીમાં સુધારો જોવા મળે છે.
 
કોલંબિયામાં યુનિર્વસિટી ઓફ સાઉથ કેરોલિનામાં અસ્‍થમા પર કરવામાં આવેલા અભ્‍યાસમાં ડૉ. વિલ્‍ફ્રેડ કરમોસે આ મુજબની માહિતી આપી હતી. અમેરિકન જનરલ ઓફ રેસ્‍પીરેટ્રીમાં આ અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %