અમદાવાદના સરદાર વલ્લભભાઈ આતંરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પ્રવાસીઓની સંખ્યા વધવાને પગલે મલેશિયાની મલિન્દો એર ફ્લાઇટની સેવા શરૂ થવા જઈ રહી છે.અમદાવાદના આગામી દિવસોમાં અમદાવાદથી મલેશિયાની મલિન્દો એર ફ્લાઈટ પોતાની સેવા શરૂ કરવા જઈ રહી છે.
હાલ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૮ જેટલી ઇન્ટરનેશનલ એરલાઈન્સ પોતાની ટ્રીપનું સંચાલન કરી રહી છે. તે પ્રમાણે ડોમેસ્ટિક ક્ષેત્રે પણ એરપોર્ટ પરથી ૬ જેટલી એરલાઈન્સ પોતાની ટ્રીપનું સંચાલન કરી રહી છે. ઓછા બજેટમાં એર ફ્લાઇટની સેવા આપતી મલિન્દો એર સેવા શરૂ થયા બાદ એર એશિયા અને એર ચાઈના પણ અમદાવાદથી પોતાની સેવા શરૂ કરવા જઈ રહી છે.
અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના પગલે શહેરમાં છેલ્લા થોડા સમયથી અનેક લો-કોસ્ટ એરલાઇન્સનું આગમન થઈ રહ્યું છે.ત્યારે આગામી મે સુધીમાં મલેશિયાની લો-કોસ્ટ એરલાઈન્સ મલિન્દો એર ફ્લાઈટ અમદાવાદથી પોતાની ટ્રીપ શરૂ કરવા જઈ રહી છે અને તેના માટે કંપની દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારબાદ એર એશિયા અને એર ચાઈના પણ અમદાવાદથી પોતાની સીધી ફ્લાઈટો શરૂ કરવા પ્રયત્ન કરી રહ્યા છે.
MP/RP
Reader's Feedback: