શિક્ષણમંત્રી વસુબહેન ત્રિવેદીના હસ્તે જામનગરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા કોમ્પેક્ટ ડિઝાઇનના સબ સ્ટેશનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જામનગરના લાલ બંગલા વિસ્તારમાં જામનગરનું સૌથી પહેલું કોમ્પેક્ટ ડિઝાઇનનું સબ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું.
જામનગરનું આ સબ સ્ટેશન આ પ્રકારનું રાજ્યનું બીજું સબ સ્ટેશન છે જે ગેસથી સંચાલિત હોય. નવનિર્માણ પામેલું સબ સ્ટેશન 66 કિલોવોટનું છે જેમાં 4900 ચોરસ કિલોમીટર જગ્યા ફાળવવામાં આવી છે. આ સબ સ્ટેશન 1.5 કરોડન ખર્ચે બન્યું છે. તેના અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગનો ખર્ચ 4.39 કરોડ રૂપિયાનો થયો છે. આ ઉપરાંત સબ સ્ટેશન બનાવવા માટે પરંપરાગત સબ સ્ટેશન કરતાં ઓછી જમીનનો ઉપયોગ થયો છે.
આ સબ સ્ટેશનને કારણે જામનગર તથા આજુબાજુના ગામડાઓને વીજળી મળશે. જેના કારણે ગામડાના લોકોની વીજળીની સમસ્યા જલદી ઉકેલાઈ જશે.
MP/RP
Reader's Feedback: