Home» Youth» Gadgets» Micromax starts manufacturing smartphones in india

માઈક્રોમેક્સે દેશમાં જ સ્માર્ટફોન બનાવવાનું શરૂ કર્યું

એજન્સી | April 24, 2014, 02:40 PM IST

નવી દિલ્હી :
દેશની સૌથી મોટી મોબાઈલ ડિવાઈસ કંપની માઈક્રોમેક્સ દ્વારા એક નવું સાહસ કરવામાં આવ્યું છે. કંપની દ્વારા ઉત્તરાખંડના પ્લાન્ટમાં રૂદ્રપ્રયાગમાં હેન્ડસેટ બનાવવાનું શરૂ કરી દીધું છે. માઈક્રોમેકસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપનીનો રૂદ્રપ્રયાગમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. જ્યાં એલઈડી તથા ટેબલેટ બનાવવામાં આવે છે. આ પ્લાન્ટમાં કંપનીએ બે મહિના પહેલાં જ મોબાઈલ ફોન બનાવવાનું શરૂ કરી દીધું છે.
 
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, , પરંતુ મોબાઈલ ફોનનું ઉત્પાદન પ્રાથમિક તબક્કામાં છે. ઈન્ડસ્ટ્રીના અહેવાલ પ્રમાણે માઈક્રોમેકસ દેશમાં મોબાઈલ ફોન અને ટેબલેટ પીસી બંનેમાં બીજી સૌથી મોટી કંપની છે.
 
માર્કેટ રિસર્ચ કંપની આઈડીસી પ્રમાણે 2013ના અંતિમ ત્રિમાસિકમાં કુલ મોબાઈલ ફોન સેગમેન્ટમાં કંપનીનો હિસ્સો 13 ટકા તથા સ્માર્ટફોન માર્કેટમાં 16 ટકા ભાગીદારી હતી. માઈક્રોમેક્સ ભારતના ટેબલેટ પીસી બજારમાં 8.9 ટકાની ભાગીદારી ધરાવે છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %