મોબાઈલ ફોન બનાવનારી પ્રમુખ ભારતીય કંપની માઈક્રોમેક્સ પોતાના 4જી હેન્ડસેટ ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. જોકે મહત્ત્વની વાત એ છે કે તેની ઈમેજ લીક થઈ ગઈ છે.
આ સ્માર્ટફોનનું નામ વાઈકો વૈક્સ રાખવામાં આવ્યું છે અને તેની ઈમેજ ટ્વિટર પર લીક થઈ ગઈ છે. વાઈકો વૈક્સ ટીગ્રા 4આઈ ક્વોડ કોર ચિપસેટ દ્વારા ચાલતો પહેલો હેન્ડસેટ હશે. જેમાં પહેલાથી જ 4જી એલટીઈ સપોર્ટ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે કંપની પોતાના નવા ફોનનું નામ આવું જ રાખશે પરંતુ તેમાં ફીચર ઓછા હશે.
આ ફોન 4જી એન્ડ્રોઈડ 4.3 પર આધારિત હશે. તેની રેમ 1 જીબીની હશે અને 4જીબી સ્ટોરેજ કેપીસિટી હશે. તેને માઈક્રો એસડી કાર્ડ (32જીબી) સપોર્ટ હશે. ફોનની સ્ક્રીન નાની હશે પરંતુ તેમાં 4.7 ઈંચની એચડી હશે. રિઝોલ્યુશન 1280 x 720 હશે. ફોનમાં ફ્રન્ટ કેમેરો 5 મેગાપિક્સલ અને રિયર કેમેરો 8 મેગાપિક્સલ હશે. તેમાં એલઈડી ફ્લેશ પણ હશે.
આ ફોનમાં 4જી, 3જી, જીપીએસ, બ્લૂટૂથ અને વાઈફાઈ જેવી સુવિધાઓ હશે. 119 ગ્રામ વજન ધરાવતાં હેન્ડસેટની કિંમત 14,000થી 19,000 રૂપિયા હશે.
MP
Reader's Feedback: