Home» Youth» Gadgets» Gionee ctrl v5 with 4 7 inch display quad core cpu launched at rs 12999

જિયોની CTRL V5 ભારતમાં લોન્ચ થયો

એજન્સી | April 30, 2014, 02:12 PM IST

નવી દિલ્હી :
જિયોની CTRL V5ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની કિંમત રૂ. 12,999 રાખવામાં આવી છે. કંપનીએ આ સ્માર્ટફોન અંગે કોઈપણ જાતની જાહેરાત કર્યા વગર ચૂપચાપ જ તેને ઓનલાઈન સ્ટોર પર વેચવાનું  શરૂ કરી દીધું છે.
 
ડ્યૂઅલ સિમ સપોર્ટ કરતો જિયોની CTRL V5 એન્ડ્રોઈડ 4.2 જેલીબીન પર ચાલે છે. તેમાં 540x960 પિક્સલ રિઝોલ્યુશનવાળી 4.7 ઈંચની આઈપીએસ ડિસ્પ્લે છે. આ ફોનની કિંમત રૂ.12,999 રાખવામાં આવી છે. જેમાં 1.3 ગીગાહર્ટઝ ક્વોડ કોર મીડિયાટેક પ્રોસેસર તથા 1 જીબી રેમનો સમાવેશ થાય છે.
 
ફોનમાં પાછળની બાજુએ એલઈડી ફ્લેશ સાથે ઓટોફોક્સવાળો 8 મેગાપિક્સલનો કેમેરો છે. જેમાં 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો, 8 જીબી ઈન્ટરલ સ્ટોરેજ તથા 32 જીબીનું માઈક્રો એસડી કાર્ડ લગાવી શકાય છે.
 
બેટરી 1800mAhની છે. કંપનીના જણાવ્યા મુજબ તેમાં 2જી પર 324 કલાકનો સ્ટેન્ડબાય તથા 14.5 કલાકનો ટોકટાઈમ મળે છે. ફોનની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ 134.5x67.7x8.07 મિલીમીટર છે. 103.5 ગ્રામ વજન ધરાવતો આ સ્માર્ટફોન વેબસાઈટ પર કાળા તથા સફેદ રંગમાં જોવા મળી રહ્યો છે. પરંતુ હાલમાં તેનું વેચાણ માત્ર કાળા રંગમાં જ થઈ રહ્યું છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 78.40 %
નાં. હારી જશે. 20.97 %
કહીં ન શકાય. 0.63 %