એમસીએક્સ પર બે નવા કોન્ટ્રેક્ટ્સ ગુરૂવાર, 20 ફેબ્રુઆરીથી ઉપલબ્ધ બનાવ્યા હોવાની જાહેરાત એક પરિપત્ર મારફત કરી છે, જે હેઠળ બટેટા (આગ્રા)માં સપ્ટેમ્બર-2014 અને ક્રૂડ તેલમાં ઓગસ્ટ-2014 કોન્ટ્રેક્ટ્સ એક્સચેન્જે વાયદાનાં કામકાજ માટે ખૂલ્લા મૂક્યા છે. બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં નેચરલ ગેસના ફેબ્રુઆરી અને માર્ચ વાયદામાં ઊપલી સર્કિટ લાગી અંતે ભાવ ફેબ્રુઆરી વાયદાના રૂ.20.60 (6.05 ટકા) વધી રૂ.361.20 અને માર્ચના રૂ.10.30 (3.49 ટકા) વધી રૂ.305.40 રહ્યા હતા. બટેટા-આગ્રાના ઓગસ્ટ વાયદામાં પણ તેજીની સર્કિટ લાગ્યા બાદ અંતે ભાવ રૂ.39.10 (2.94 ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.1,370.70 બંધ થયો હતો.
આજે સાંજના પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં એમસીએક્સ પર 2,29,076 સોદામાં રૂ.14,168.53 કરોડ (ગઈકાલે રૂ.12,714.79 કરોડ)નાં કામકાજ થયાં હતાં, જેમાં સોના-ચાંદીનો હિસ્સો રૂ.7,059.02 કરોડ (ગઈકાલે રૂ.6,505.19 કરોડ)નો હતો.
કૃષિચીજોમાં કપાસનો માર્ચ વાયદો 20 કિલોદીઠ રૂ.2.90 અને એપ્રિલ રૂ.2.50 ઘટી અનુક્રમે રૂ.915.80 અને રૂ.955.80 રહ્યા હતા. કોટનના દૂર ડિલિવરીના જૂન વાયદામાં અપવાદરૂપ રૂ.30ના ઘટાડા સિવાય અન્ય વાયદા ગાંસડીદીઠ રૂ.70થી રૂ.80 જેટલા વધ્યા હતા. કોટન ફેબ્રુઆરી વાયદો રૂ.80 વધી રૂ.20,720 થયો હતો. કપાસખોળનો ફેબ્રુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.4 વધી રૂ.1,529 અને માર્ચ રૂ.4.50 વધી રૂ.1,561 બંધ રહ્યા હતા. સીપીઓમાં 10 કિલોદીઠ 30 પૈસાથી રૂ.2.50, એલચીમાં કિલોદીઠ રૂ.1.70થી રૂ.5.80 અને બટેટા-આગ્રામાં 10 કિલોદીઠ 30 પૈસાથી રૂ.39.10ની મિશ્ર વધઘટ ભાવમાં રહી હતી. સીપીઓ ફેબ્રુઆરી વાયદો 10 કિલોદીઠ રૂ.2.50 વધી રૂ.572.80 અને એપ્રિલ રૂ.1.10 ઘટી રૂ.572.40, એલચી માર્ચ કિલોદીઠ રૂ.1.80 વધી રૂ.773.90 અને જુલાઈ રૂ.1.70 ઘટી રૂ.873.20, બટેટા-આગ્રા માર્ચ વાયદો 100 કિલોદીઠ 30 પૈસા ઘટી રૂ.1,174.70 અને જૂન રૂ.14.90 વધી રૂ.1,305.40 બંધ રહ્યા હતા. મેન્થા તેલમાં કિલોદીઠ રૂ.10.20થી રૂ.15.80નો સુધારો ભાવમાં રહ્યો હતો. મેન્થા તેલ ફેબ્રુઆરી રૂ.10.90 વધી રૂ.778.90 બંધ રહ્યો હતો.
આજે સોનામાં 28,070 સોદામાં રૂ.4,239.77 કરોડનાં 14,141 કિલોનો ધંધો થયો હતો. ઓપન ઈન્ટરેસ્ટ 17,329 કિલોનો હતો. ચાલુ વાયદામાં રૂ.3,640.01 કરોડનાં 12,166 કિલો, મિની વાયદામાં રૂ.591 કરોડનાં 1,946 કિલો, ગિનીમાં રૂ.5.19 કરોડનાં 17 કિલો અને પેટલમાં રૂ.3.56 કરોડનાં 12 કિલોનાં કામ થયાં હતાં.
સોનાના વાયદા આજે વધુ જોરથી ઘટ્યા હતા. ઘટાડો રૂ.211થી રૂ.371 જેટલો હતો. ચાલુ વાયદામાં એપ્રિલ રૂ.300 ઘટી રૂ.29,924, જૂન રૂ.315 ઘટી રૂ.29,457 અને ઓક્ટોબર રૂ.371 ઘટી રૂ.29,099 રહ્યા હતા. મિની વાયદામાં માર્ચ વાયદો રૂ.211 ઘટી રૂ.30,555 હતો. ગિનીના વાયદા રૂ.107થી રૂ.89 અને પેટલના રૂ.8થી રૂ.14 જેટલા ઘટ્યા હતા. ગિની ફેબ્રુઆરી રૂ.107 ઘટી રૂ.24,526 અને એપ્રિલ રૂ.89 ઘટી રૂ.24,068 રહ્યા હતા. પેટલનો ફેબ્રુઆરી રૂ.8 ઘટી રૂ.3,089 રહ્યો હતો.
ચાંદીમાં આજે 67,008 સોદામાં રૂ.2,819.25 કરોડની 590.523 ટન ચાંદીના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ 546.260 ટનનો હતો. ચાલુ વાયદામાં રૂ.2,007.16 કરોડની 420.540 ટન, મિની વાયદામાં રૂ.584.44 કરોડની 122.375 ટન અને માઈક્રો વાયદામાં રૂ.227.65 કરોડની 47.608 ટન ચાંદીનો ધંધો થયો હતો.
ચાંદીના આઠ વાયદામાંથી સાત વાયદા રૂ.205થી રૂ.349 જેટલા ઘટ્યા હતા. માત્ર એક ઓગસ્ટ મિની વાયદો રૂ.349 વધી રૂ.50 હજારની ઊપર રૂ.50,458 બંધ રહ્યો હતો. ચાંદીનો ચાલુ માર્ચ વાયદો રૂ.309 ઘટી રૂ.47,714 અને મે રૂ.275 ઘટી રૂ.48,763 રહ્યા હતા. મિની ફેબ્રુઆરી રૂ.301 ઘટી રૂ.47,729 અને જૂન રૂ.306 ઘટી રૂ.49,646 રહ્યા હતા. માઈક્રો વાયદા રૂ.304થી રૂ.288 જેટલા ઘટ્યા હતા. માઈક્રો ફેબ્રુઆરી રૂ.304 ઘટી રૂ.47,721 હતો.
બિનલોહ ધાતુઓમાં તાંબામાં 40 પૈસાથી 70 પૈસાની મિશ્ર વધઘટ હતી. બાકીની ધાતુઓ વધી હતી. નિકલના વાયદા રૂ.6થી રૂ.8, એલ્યુમિનિયમના વાયદા 50 પૈસાથી રૂ.2.40, સીસાના 10 પૈસાથી રૂ.1.20 અને જસતના 5 પૈસાથી 95 પૈસા વધ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો રૂ.54 વધી રૂ.6,385 અને નેચરલ ગેસ ફેબ્રુઆરી રૂ.20.60 વધી રૂ.361.20 બંધ રહ્યા હતા.
કોમડેક્સ 4135.52 ખૂલી, ઊપરમાં 4148.02 અને નીચામાં 4135.52ના મથાળે અથડાઈ સાંજે પાંચ વાગ્યા સુધીમાં 11.62 પોઈન્ટ વધી 4147.14 રહ્યો હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ 25.23 પોઈન્ટ ઘટી 4980.54 રહ્યો હતો, જ્યારે એનર્જી 46.04 પોઈન્ટ વધી 4524.79 અને એગ્રી ઈન્ડેક્સ 21.13 પોઈન્ટ વધી 2554.46 રહ્યા હતા.
DP
Reader's Feedback: