આજે એમસીએક્સના સાંજના પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં 2,28,921 સોદામાં રૂ.12,714.79 કરોડ (ગઈકાલે રૂ.15,563.21 કરોડ)નાં કામકાજ થયાં હતાં, જેમાં સોના-ચાંદીનો હિસ્સો રૂ.6,505.19 કરોડ (ગઈકાલે રૂ.10,242.66 કરોડ)નો હતો.
આજે સોનામાં 22,006 સોદામાં રૂ.3,206.82 કરોડનાં 10,658 કિલો (ગઈકાલે રૂ.5,908.24 કરોડનાં 19,827 કિલો)નાં કામ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ 18,045 કિલોનો હતો. આજે સોનાના વાયદા ઢીલા પડી ગયા હતા. સાતમાંથી પાંચ વાયદા રૂ.153થી રૂ.111 જેટલા ઘટ્યા હતા. ચાલુ વાયદામાં એપ્રિલ રૂ.153 ઘટી રૂ.30,004, જૂન રૂ.117 ઘટી રૂ.29,584, ઓગસ્ટ રૂ.58 વધી રૂ.29,460 અને ઓક્ટોબર રૂ.85 વધી રૂ.29,452 રહ્યા હતા. મિની વાયદા રૂ.111થી રૂ.143, ગિનીના વાયદા રૂ.92થી રૂ.24 અને પેટલના રૂ.8થી રૂ.7 જેટલા ઘટ્યા હતા. મિની માર્ચ રૂ.111 ઘટી રૂ.30,553 અને મે રૂ.143 ઘટી રૂ.29,740 રહ્યા હતા. ગિની ફેબ્રુઆરી રૂ.92 ઘટી રૂ.24,451 અને એપ્રિલ રૂ.24 ઘટી રૂ.24,030 રહ્યા હતા. પેટલ ફેબ્રુઆરી રૂ.8 ઘટી રૂ.3,077 અને માર્ચ રૂ.7 ઘટી રૂ.3,024 રહ્યા હતા.
ચાંદીમાં આજે 77,699 સોદામાં રૂ.3,298.37 કરોડની 696.089 ટન (ગઈકાલે રૂ.4,334.42 કરોડની 910.252 ટન) ચાંદીનો ધંધો થયો હતો. ઓપન ઈન્ટરેસ્ટ 572.442 ટનનો હતો. ચાંદીના વાયદા આજે ધસી પડ્યા હતા. ભાવમાં આજે રૂ.446થી રૂ.703નો ઘટાડો હતો. ચાલુ વાયદામાં માર્ચ વાયદો રૂ.687 ઘટી રૂ.47,048, મે સૌથી વધુ રૂ.703 ઘટી રૂ.48,006 અને જુલાઈ સૌથી ઓછો રૂ.446 ઘટી રૂ.49,090 રહ્યા હતા. મિની વાયદા રૂ.479થી રૂ.690 અને માઈક્રો રૂ.638થી રૂ.678 જેટલા ઘટ્યા હતા. મિની વાયદાઓમાં ફેબ્રુઆરી રૂ.679 ઘટી રૂ.47,059, એપ્રિલ રૂ.690 ઘટી રૂ.48,039 અને ઓગસ્ટ રૂ.479 ઘટી રૂ.50,149 રહ્યા હતા. માઈક્રો વાયદામાં ફેબ્રુઆરી રૂ.678 ઘટી રૂ.47,055 અને જૂન રૂ.638 ઘટી રૂ.48,980 બંધ હતા.
બિનલોહ ધાતુઓમાં નિકલ, સીસું અને જસતના વાયદા વધ્યા હતા. તાંબુ અને એલ્યુમિનિયમમાં મિશ્ર વધઘટ હતી. નિકલના વાયદા રૂ.1.60થી રૂ.9.60, સીસાના 25 પૈસાથી 75 પૈસા અને જસતના વાયદા 60 પૈસાથી રૂ.1.20 જેટલા વધ્યા હતા. તાંબાના વાયદાઓમાં 25 પૈસાથી રૂ.1.25 અને એલ્યુમિનિયમમાં 5 પૈસાથી 60 પૈસાની મિશ્ર વધઘટ હતી.
કૃષિચીજોમાં કોટનના જૂન વાયદામાં અપવાદરૂપ રૂ.10ના ઘટાડા સિવાય કોટનના અન્ય વાયદા રૂ.40થી રૂ.100 જેટલા વધ્યા હતા. કોટન ફેબ્રુઆરી વાયદો ગાંસડીદીઠ રૂ.100 વધી રૂ.20,640 બંધ થયો હતો. કપાસનો માર્ચ વાયદો 20 કિલોદીઠ રૂ.3.40 અને એપ્રિલ રૂ.3.80 ઘટી અનુક્રમે રૂ.918.70 અને રૂ.958.30 બંધ રહ્યા હતા. સીપીઓના ચારેય વાયદાઓમાં 10 કિલોદીઠ રૂ.6થી રૂ.7.30નો સુધારો હતો. સીપીઓ ફેબ્રુઆરી રૂ.6 વધી રૂ.570.30 બંધ હતો, જ્યારે એલચીના વાયદા કિલોદીઠ રૂ.4.30થી રૂ.8.10 જેટલા નરમ હતા. એલચી માર્ચ વાયદો રૂ.4.60 ઘટી રૂ.772.10 બંધ હતો. બટેટા-આગ્રામાં 100 કિલોદીઠ રૂ.25થી રૂ.35.50નો સુધારો હતો, જ્યારે મેન્થા તેલમાં કિલોદીઠ રૂ.4.90થી રૂ.7.20નો ઘટાડો હતો. બટેટા-આગ્રા માર્ચ વાયદો રૂ.27.70 વધી રૂ.1,175 અને મેન્થા તેલ ફેબ્રુઆરી રૂ.7.20 ઘટી રૂ.768 બંધ રહ્યા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદા બેરલદીઠ રૂ.22થી રૂ.52 જેટલા વધ્યા હતા. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો રૂ.48 વધી રૂ.6,279 થયો હતો. નેચરલ ગેસ ફેબ્રુઆરી એમએમબીટીયૂદીઠ રૂ.4 વધી રૂ.341.20 બંધ રહ્યો હતો.
કોમડેક્સ 4094.73 ખૂલી, ઊપરમાં 4107.08 અને નીચામાં 4089.88 રહી પ્રથમ સત્રનાં અંતે 11.36 પોઈન્ટ વધી 4106.09 બંધ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ 15 પોઈન્ટ ઘટી 4957.02 રહ્યો હતો, જ્યારે એનર્જી ઈન્ડેક્સ 37.64 પોઈન્ટ વધી 4452.31 અને એગ્રી ઈન્ડેક્સ 13.82 પોઈન્ટ વધી 2533.33 બંધ રહ્યા હતા.
સોના-ચાંદીના વાયદા ઘટ્યા
મુંબઇ :
GGN Diary
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
Author: Hridaynath -
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
Author: Hridaynath -
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
Author: Hridaynath -
ગુજરાતમાં પણ ઊંચું મતદાન થયું, હવે તેના સૂચિતાર્થો શોધવાના
Author: Hridaynath
News Gallery
-
એલજી જી2 સ્માર્ટફોન ભારતમાં લૉન્ચ
-
રજનીકાંતની ટ્વિટર પર એન્ટ્રી
-
ગાંધી પરિવારનાં ગઢમાં મોદીનાં પ્રહાર
-
સ્ટોક માર્કેટમાં નેગેટિવ કારોબાર
-
જાસૂસી કાંડમાં હાલ તપાસ નહી કરાવે સરકાર
-
આઝમગઢ આંતકીઓને ગઢ: અમિત શાહ
-
મોદીનાં મંચ પર પ્રસ્તાવિત રામ મંદિરની તસવીરથી વિવાદ
-
પાકિસ્તાન વિરોધી નારા ન લગાવતા કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો
-
આમ આદમીની ચાનો સ્વાદ બગડ્યો, દૂધનો ભાવ ચૂંટણી પછી વધારાયો
-
આસામમાં ચૂંટણી પછી ચૂંટણીની હિંસા થઈ, સમસ્યા યથાવત
-
સેના પ્રમુખની નિમણૂંક પર વિચાર કરશે ચૂંટણી પંચ
-
અમિત શાહે લગાવ્યો યૂપી સરકાર પર આરોપ
-
આજે 3જીમે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ
-
ઓસ્ટ્રેલિયામાં મળશે અમિતાભ બચ્ચનના નામ પર સ્કૉલરશિપ
-
અમેઠીમાં આ વખતે પરિવર્તન આવશે : અમિત શાહ
-
અશ્લીલ વર્તનને કારણે પૂનમ પાંડેની કરાઈ ધરપકડ
-
સોનિયા – રાહુલ પર અભદ્ર પુસ્તિકા જોઈને ગુસ્સે થઈ પ્રિંયકા
-
આસામમાં ત્રાસવાદીઓના હુમલામાં 32ની મોત
-
બેટી અને દોસ્ત, રાજકારણમાં કંઈ દુશ્મનાવટ નથી કરવાની, સ્પર્ધા કરવાની છે
-
પંચ ભલે મને ફાંસી આપી દે મોદીના વર્તન પર બોલતો રહીશ : બેની
-
રજનીકાંતની જાણવા જેવી પાંચ વાતો
-
માયાવતીને તો અમે માસી કહીએ છીએ : અખિલેશ
-
આજથી આઈપીએલની રમત ભારત વળી
-
આપ પક્ષનો વારાણસી માટે ઘોષણાપત્ર જાહેર
-
જાસૂસી કાંડની તપાસ થઈ તો મોદી પડી જશે ખુલ્લા : સિબ્બલ
-
દિગ્વિજય - અમૃતા પ્રકરણ : ઈમેલ એકાઉન્ટ હેક થવા પર કેસ દાખલ
-
આસામમાં 24 કલાકમાં બે હિંસાની ઘટનાથી 10ના મોત
-
મનીષ તિવારીએ નિતિન ગડકરીની માફી માંગી
-
વારાણસીમાં કેજરીવાલને સમર્થન આપશે જેડીયુ
Opinion Poll
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે | 80.92 % |
નાં. હારી જશે. | 18.61 % |
કહીં ન શકાય. | 0.47 % |
Reader's Feedback: