આધુનિક સમયમાં ટેક્નોલોજી હરણફાળ રીતે વધી રહી છે. તે સાથે જાહેરાતોના પ્રકાર પણ બદલાયા છે. મોટા મોટા બેનરો, છાપા દ્રારા થતી જાહેરાતો હવે મોબાઈલ સુધી આવી પહોંચી છે ત્યારે અમદાવાદના એક યુવાને આ તકને ઝડપી લેતી એક મોબાઈલ એપ્લિકેશન બનાવી છે.
અમદાવાદના આ યુવકે ક્વિકએડ નામની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. જોકે હજુ આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી મુજબ, આ ક્વિકએડ એપ્લીકેશન મારફતે આવતી જાહેરોતો તમારા મોબાઈલ સ્ક્રિન પર આવશે. અને તેને ક્લિક કરીને તમણે રૂપિયા પણ કમાઈ શકો છે. એક વખત જાહેરાત જોવાના 20 પૈસા તમે કમાઈ શકો છે. મોબાઈલ પર આવતી જાહેરાત તમે જોવાની સાથે તમે તેને સેવ અને લાઈક પણ કરી શકો છો. આ ઉપરાંત યુઝર્સ તેની મરજી પ્રમાણે નક્કી કરશે કે તેને શું જોવાનું છે અને ક્યારે જોવું છે. જેથી યુઝર્સ ફ્રેન્ડલી આ ક્વિકએડ એપ્લીકેશન મોબાઈલ માર્કેટીંગની દુનિયમાં નવી દિશા સમાન સાબિત થાય તેમ જણાઈ રહ્યું છે.
RP
Reader's Feedback: