Home» Women» Home Decor» Kitchen wall decor

કિચનની દીવાલના કલાત્મક રૂપરંગ

જીજીએન ટીમ દ્વારા | June 08, 2012, 11:29 AM IST

અમદાવાદ :

હવે એ દિવસો ગયા જ્યારે રસોડામાં ફક્ત રસોઈનાં વાસણો અને ગેસ કે પાણીનાં માટલાં જ પડ્યાં હોય. રસોડું હવે મોડ્યુલર કિચનથી માંડીને કન્ટેમ્પરરી લુકમાં ઢળાવા લાગ્યું છે. ઘરનું રિનોવેશન થતું હોય કે, નવું ઘર ખરીદવાનું હોય સ્ત્રીઓ રસોડાની સગવડતાને પહેલી પ્રાથમિકતા આપે છે.

સ્ત્રી રસોડાને પ્રાથમિકતા આપે તેમાં કશું ખોટું પણ નથી. જ્યાંથી ઘરના સભ્યોની ને સ્ત્રીની પોતાની હેલ્થ સચવાતી હોય તે રસોડું બોરિંગ બનવાને બદલે કળાત્મક બનતું જાય તો ગૃહિણી પણ ઉત્સાહથી પોતાના કામ આટોપી શકે છે.

હવે આર્કિટેક્ટ અને એન્જિનિયર્સ પણ વિશેષ રસ લઇને રસોડાની ડિઝાઇનિંગ વિકસાવે છે. તમે જો રસોડામા ફેરફાર કરાવવા માગતા હો  તો જાણી લો કે, રસોડામાં ક્યા પ્રકારે ડિઝાઇનિંગ કરીને રસોડાને એકદમ અનોખું બનાવી શકાય?
 

 

ટાઇલ્સ ડેકોરેશન

રસોડામાં ફ્રૂટ્સ અને વેજિટેબલ્સની ડિઝાઇન બનાવી શકાય. આ ઉપરાંત તમે ખાસ પ્રકારના કલરથી રસોડામાં ફ્લાવરની ડિઝાઇન કે પેઇન્ટિંગ પણ કરાવી શકો છો. જેનાથી જ્યારે પણ રસોડામાં જશો ત્યારે તમને એક તાજગીનો અહેસાસ થશે.

ફ્ર્ટૂસ કે શાકભાજીની નાની ફ્રેમમાંથી એક મોટું કોલાજ બનાવીને પણ રસોડામાં રાખશો તો એ એકદમ અલગ પ્રકારનું અને નવતર ડેકોરેશન લાગશે.


પેઇન્ટિંગ ડેકોરેશન

તમે તમારી જાતે બનાવેલા અથવા તો તમારા બાળકોએ કે ઘરના સભ્યોએ બનાવેલાં પેઇન્ટિંગ્સ પણ રસોડામાં મૂકી શકો છો.
 

ક્રોકરી ડેકોરેશન

ઘરમાં ક્રોકરી હોય તો રસોડાની સજાવટનો તેનાથી બેસ્ટ ઓપ્શન એક પણ નથી. ક્રોકરીમાં અવનવા રંગોની સાથે સરસ મજાના આકારના બાઉલ અને ડિશીઝ તેમ જ કપ રકાબી અને અન્ય સર્વિંગ પ્લેટ્સ મળતી હોય છે. ઘરમાં ક્રોકરી હોય તો તેનો આ રીતે ક્રિએટીવ ઉપયોગ કરીને શો-કેસમાં અથવા તો રસોડામાં એક રેકમાં ક્રોકરીઝને મૂકીને મોર્ડન સજાવટ કરી શકાય.  વળી,આમાં બજેટ પણ ઓછું વપરાશે.

              
ફૂડ ફોટોગ્રાફ વિથ ફેમિલી

આખુ ફેમિલી સાથે જમતું હોય અથવા તો કોઈની બર્થ ડે પાર્ટી કે ડીનર પાર્ટીના ફોટાને ફોટો ફ્રેમમાં મૂકીને પણ કીચન વોલને સજાવી શકાય.
 

ક્રિસ્ટલ ડેકોરેશન

રસોડામાં સાવ થોડી જગ્યા હોય તો ડાઇનિંગ ટેબલ પર અથવા તો રસોડાના રેક પર મેજિક બોલ્સ કે જુદા જુદા રંગના કઠોલ અથવા તો ધાન્ય ભરેલી બોટલ્સ મૂકી શકાય. રસોડાના ડેકોરેશન માટે તમે કોઈ પણ રેક કે છાજલી પર આવી બોટલ્સ મૂકીને ઓછા ખર્ચે સરસ રીતે ડેકોરેશન કરી શકો છો.

 

પ્લેટ્સ ડેકોર

રસોડાને સજાવવા કાચ, પ્લાસ્ટિક, કે મેલેમાઇનની જુદા જુદા શેપની પ્લેટ્સ દિવાલ પર લગાવી શકાય છે. ત્રિકોણ, ચોરસ, ગોળ, હાર્ટ શેઇપ, કેરી જેવા શેઇપમાં અત્યારે પ્લેટ્સ મળતી હોય છે. તેને વ્યવસ્થિત રીતે સેટ કરીને રસોડામાં ડેકોરેશન કરી શકાય.

તમે આમાંથી કોઈ પણ રીતે તમારું રસોડું સજાવશો તો એ બાબતની ગેરંટી છે કે તમારા આ વોલ ડેકોરની મોહિનીમાંથી તમે બહાર જ નહીં નીકળી શકો. અને જે કોઈ પણ તમારું રસોડું જોશે તે તમારી ક્રિએટીવિટીના વખાણ કર્યા વિના નહીં રહે!

 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %