મહાન વિદ્રાન બાળક કૌટીલ્ય પંડિત ઉર્ફે ગુગલ બોય સુરતનો મહેમાન બન્યો છે. અદ્દભૂત બુદ્ધિનો ધની અને વિવિધ પ્રતિભા ધરાવનાર કૌટીલ્ય પોતાની વાતો કરવાના અલગ અંદાજથી આશ્ચર્યચક્તિ કરનાર આ બુદ્ધિશાળી બાળક સુરતની ધરતીએ આવતાં અનેક લોકો તેને જોવા આવી પહોંચ્યા હતાં.
કૌટિલ્ય વિશે જાણો
ગુગલબોયનો જન્મ હરીયાણાના કરનાલ જીલ્લાના કોહાણ ગામમા થયો હતો. કૌટીલ્યએ એક સાધારણ પરિવારમા જન્મ લીધો હતો. તેના પિતા એક શાળાના આચાર્ય તથા માતા શિક્ષક છે. કૌટીલ્યએ નાની વયની ઉંમરે જ કોઇ પણ વાતમા રુચી રાખી તેને શીખવાની ધગસ હતી. જેને લઇને ધીરે ધીરે તેની આ ઉત્સુકતા તથા કોઇ પણ વિષય અંગે ચીંતન કરી તેને યાદ રાખવાની એક અનોખી શકિત પ્રાપ્ત કરી હતી.
આ પાંચ વર્ષીય ગુગલબોયએ વિશ્ર્વ ભુગોળ, માથાદીઠ આવપક, આંતરીક ઉત્પાદન, રાજનીતી જેવા વિવિધ વિષયોને લગતા પ્રશ્નોનો ચપટી વગાડતા જ તેના મોઢે જવાબ બહાર આવી જતો હતો.
કૌટિલ્ય અને તેની અનોખી સિદ્ધી
આ ઉંમરના બાળકો એ,બી, સી તથા ક,ખ, ગ તેમજ નર્સરીની કવિતાઓ મોઢે કરે છે ત્યા આ વિદ્ધાન બાળકે અસાધારણ રૂપમા પોતાના માનવ મસ્તિષ્કની ક્ષમતાથી કોમ્પ્યુટરને પણ પાછળ પાડી દીધુ છે. તે વિશ્વના કોઇપણ દેશના ભૌગોલીક સંબધિત પ્રશ્નોના જવાબ પણ તરત જ આપી દે છે. કુરુક્ષેત્રના વિશ્વ વિધાલયના વરીષ્ઠ મનૌવેજ્ઞાનિક તેમની યાદ શકિતની ક્ષમતા પર અભ્યાસ કરી રહ્યા છે.
કૌટિલ્ય માટે ભવિષ્યનું આયોજન
હાલ તો કૌટીલ્યના પિતાએ તેના અભ્યાસ અર્થે રૂચિ રાખીને દેશની સારી સ્કુલોનો સપર્ક કર્યો છે. અને કૌટીલ્યને બની શકે તેટલું સારુ શિક્ષણ આપવાની વાત કરી હતી. તેઓએ પોતાના પુત્રને પણ ડો.કલામની જેમ બનાવી દેશની સેવામા તેનું જીવન સમર્પિત કરી દે તેવી આશા વ્યકત કરી હતી.
હવે જોવુ એ રહ્યુ કે કૌટીલ્ય પોતાની આ અનોખી સિદ્ધીને કેટલી આગળ લઇ જાય છે. તેમજ દેશ સહિત સમગ્ર વિશ્વમા પોતાનું નામ કઇ રીતે ઉજાગર કરે છે.
CP/RP
Reader's Feedback: