Home» Development» Urban Development» Jmc expenditure increased but no facility for people

જામ્યુકોએ ૪ વર્ષમાં ૧૧૧૪ કરોડનો ખર્ચ કર્યો

જીજીએન ટીમ દ્રારા | April 15, 2014, 06:44 PM IST

જામનગર :

જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશન એ નગરની છ લાખની વસ્તી માટે છેલ્લાં ચાર નાણાંકીય વર્ષમાં રૂા.૧૧૧૪ કરોડનો ખર્ચ કર્યો છે અને હજુ આ નાણાંકીય વર્ષમાં રૂા.૬૨૩ કરોડ વપરાશે, ત્યારે લોકો બુમાબુમ કરે છે કે સફાઇ નથી, રોડ નથી, પાણી નિયમીત નથી, ખાડા છે, મચ્છર છે પરંતુ આટલો જંગી ખર્ચ તો થાય છે. તેમ છતાં સ્થાયી સુવિધા વધતી ન હોવાથી જંગી ખર્ચ બાદના મોટા કામો નજરે ચડતા નથી.


વર્ષ ૨૦૧૪-૧પના અંદાજપત્રમાં જાહેર કરાયા મુજબ વર્ષ ૧૦-૧૧માં કુલ રૂા.૨૦૭ કરોડ, ૧૧-૧૨માં કુલ ૧૭૯ કરોડ, ૧૨-૧૩માં ૨૩૩ કરોડ અને ૧૩-૧૪ના વર્ષનો કુલ ૩૯પ કરોડનો ખર્ચ થયો છે. જયારે વર્ષ ૧૪-૧પમાં રૂા.૬૨૩ કરોડનો ખર્ચનો અંદાજ છે. તેની સામે જો કે, વર્ષ ૧૧-૧૨માં ૨૦૭ કરોડ, ૧૧-૧૨માં ૧૯૯ કરોડ, ૧૨-૧૩માં ૨૬૨ કરોડ અને ૧૩-૧૪માં ૪૨પ કરોડની આવક પણ થઇ છે અને વર્ષ ૨૦૧૪-૧પમાં રૂા.પ૯પ કરોડની આવકનો અંદાજ છે.


પરંતુ આવક-જાવકના વર્ષના અંદાજ વચ્ચે જંગી બાકી લેણા વસુલાતો પેન્ડીંગ રહે છે. તો અતિશય જંગી રકમોના ચુકવણા મ્યુ. કોર્પોરેશને કરવાના હોય છે તે પણ પેન્ડીંગ રહે છે અને અંદાજપત્રમાં દર્શાવ્યા મુજબ કુલ દેવુ રૂા.૧૭૨ કરોડ છે. જેનું વ્યાજ ૮૧ કરોડ મળી રૂા.૨પ૩ કરોડનું દેવુ યથાવત છે. કેમ કે, સંખ્યાબંધ લોન પરત કરવાની બાકી છે. મહત્વની વાત એ છે કે, જે ખર્ચ કરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે જાહેર સુવિધાઓ જેમ કે પાણી, રસ્તા, લાઇટ, સફાઇ, દવાખાના, શિક્ષણ વગેરે ઉપરાંત વહીવટી અને એસ્ટબ્લીશમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે અને આવકમાં વેરા, ગ્રાન્ટ, લોન, ડીપોઝીટ, એડવાન્સ, અન્ય સહાય વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ એક તો જંગી એટલે કે અઢળક ખર્ચ થાય છે તો સુવિધાઓ સ્થાયી નથી અને દેવુ ખુબ જ વધ્યુ છે.

 

સરેરાશ માથાદીઠ આવક-ખર્ચ અને દેવું

 

૧૦-૧૧ ૧૭૦૭ ૩૪પ૦ ૨૯૩૨

૧૧-૧૨ ૧૬૧પ ૨૯૮૩ ૩૩૬૪

૧૨-૧૩ ૧૮૬૪ ૩૮૮૩ ૩૪૭૮

૧૩-૧૪ ૩૧૭૪ ૬પ૮૩ ૪૦પ૯


હવે વર્ષ ૨૦૧૪-૧પમાં આવક નો રૂા.૩૧૯૮નો ખર્ચનો રૂા.૧૦૩૯૩નો અને દેવાનો ૪૨૨પનો અંદાજીત, જયારે આવક અને ખર્ચ તથા દેવુ એ કોર્પોરેશનને માથાદીઠ થતાં ખર્ચ-આવક-દેવુંના આંકડા છે.

 

બજેટમાં વપરાતા રૂપકડાં શબ્દો

 

બજેટમાં વપરાતા રૂપકડા શબ્દો એવા હોય છે કે જાણે કે રાજા અને પ્રજા સૌ સુખી છે, સઘળુ સ્વયં ચાલે છે, કેમ કે, જે યોજનાઓ માટે આયોજન કરાય કે વિવિધ ખર્ચના હેડ હોય તેમાં જાહેર સુખાકારી અને સમૃધ્ધિ, સફાઇ, કામગીરી વધુ સુદ્રઢ કરવા..., મજબુતીકરણના કામ, સુખ-સુવિધા વધારવા...વગેરે નામકરણ હોય છે.

 

AI/RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %