છેલ્લા ૪૦ વર્ષથી રક્તપિતના દર્દીઓની નિઃસ્વાર્થ સેવા કરતા જામનગર તબીબ કે.એમ. આચાર્યને રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત થતાં જામનગરનું ગૌરવ વધાર્યુ છે.
ડો.કે.એમ. આચાર્ર્યનો જન્મ ૧૭ સપ્ટેમ્બરમાં ગુજરાતના સાવરકુંડલા ગામમાં થયો છે. તેમણે જામનગરની મેડિકલ કોલેજમાં એમ.બી.બી. એસની ડિગ્રી મેળવીને જામનગર માં સ્થાયી થયા હતાં. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં ૪પ હજાર રક્તપિતના દર્દીઓ હતાં. ત્યારે ડો.કેે.એમ. આચાર્યએ નિઃસ્વાર્થ સેવાઓ આપીને આજે ર૦૧૪ ની સાલમાં માત્ર ૯૮ રક્તપિતના દર્દીઓ બાકી રહ્યા છે.રક્તપિતના દર્દીઓની નિઃસ્વાર્થ સેવા બદલ સ્થાનિક, રાજ્ય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ડો.આચાર્યને નામાંકીત એવોર્ડ/ પુરસ્કાર પ્રાપ્ત થયાં છે. જેમાં મેેયર એવોર્ડ, નગર રત્ન એવોર્ડ, વિશ્વ ગુર્જરી એવોર્ડ, ચીફ મિનિસ્ટર એવોર્ડ (બે વખત), રાજ્યપાલ એવોર્ડ (બે વખત), અશોક ગોંધીયા એવોર્ડ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન એવોર્ડ, એવોર્ડ ફોર એકસેલન્સ- ઈન્ટરનેશનલ લાયન્સ કલબ તરફથી, ગોલ્ડ રેકોર્ડ ઓફ એચિવમેન્ટ એવોર્ડ, ટવેન્ટીથ સેન્ચ્યુરી એચિવમેન્ટ એવોર્ડ, ઈન્ટરનેશનલ લેપ્રોસી એવોર્ડ, આ ઉતરાંત અનેક સંસ્થાઓ તરફથી એવોર્ડ/ટ્રોફી તેમને પ્રાપ્ત થયા છે.
તા.૩૧ માર્ચના રોજ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પદ્મશ્રી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
AI/RP
Reader's Feedback: