હિન્દી ફિલ્મ કંપનીના ખલ્લાસ ગીતથી લાઇમ લાઇટમાં આવેલી ઇશા કોપીકર ગુરૂવારે 16મી જાન્યુઆરીના રોજ અમદાવાદની મહેમાન બની હતી અને તેણે ચાંદખેડામાં આવેલી મેકઅપ તથા બ્રાઇડલ એકેડમીનું ઉદ્ધાટન કર્યું હતું.ઇ શા કોપીકરની સાથે સાથે જયવંત ઠાકરે પણ આ ઉદ્ધાટનમાં પધાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઇશા કોપીકર ‘કંપની’, ‘દિલ કા રિશ્તા’, ‘પિંજર’ ‘ ફિઝા’, ‘કાંટે’, ‘ગર્લફ્રેન્ડ’ ‘ડરના મના હૈ’, ‘ ક્રિષ્ના કોટેજ’ ,સહિતની બોલીવૂડ મસાલા ફિલ્મ અને આર્ટ ફિલ્મમાં આવી ચૂકી છે. ટિમ્મી નારંગ સાથે લગ્ન કરીને સ્થાયી થયેલી આ ખલ્લાસ ગર્લ ઘણાબધા વિજ્ઞાપનોમાં પણ ચમકી છે. તેણે કરેલી ફિલ્મોમાંથી અમૃતા અરોરા સાથેની ગર્લ ફ્રેન્ડ ફિલ્મ જે લેસ્બિયન સંબંધો પર આધારિત હતી તે મૂવીએ ઘણી ચર્ચા જગાવી હતી. આ ઉપરાંત ઇશા તેણે કરેલા અંગ પ્રદર્શનને કારણે પણ ચર્ચામાં હતી.
જોકે હાલ તો આ અભિનેત્રી પરણીને ઠરી ઠામ થઈ હોવાથી પસંદગીનો રોલ મળશે તો જ આગળ કામ કરશે તેવું માને છે.
MP/RP
Reader's Feedback: