Home» Education» International Education» Iit guwahati leads india into top 100 global university rankings

ટોચની 100 વૈશ્વિક યુનિવર્સિટીમાં ભારતની માત્ર આઈઆઈટી ગુવાહાટી

એજન્સી | May 01, 2014, 05:18 PM IST

લંડન :
120 કરોડની વસતિ ધરાવતા ભારત દેશમાં અત્યાર સુધી એવી કોઈપણ શૈક્ષણિક સંસ્થા નહોતી કે જેનો વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં સમાવેશ કરવો પડે. ભારતીયો પર રહેલું આ કલંક હવે દૂર થઈ ગયું છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) ગુવાહાટીનો દુનિયાની ટોચની 100 યુનિવર્સિટીમાં સમાવેશ થયો છે. આ યાદીમાં ભારતને પ્રથમવાર જ સ્થાન મળ્યું છે. આઈઆઈટી ગુવાહાટી આ યાદીમાં 87માં ક્રમે છે.
 
ટાઈમ્સ હાયર એજ્યુકેશન દ્વારા 100 અંડર 50 સંસ્થાઓના 2014 લીગ ટેબરમાં આઈઆઈટી ગુવાહાટી એકમાત્ર ભારતીય શૈક્ષણિક સંસ્થા છે. આઈઆઈટીને પોર્ટુગલની ન્યૂ યુનિવર્સિટી ઓફ લિસ્બન અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ વેસ્ટન સિડનીની સાથે 87મો ક્રમ મળ્યો છે.
 
રેન્કિંગમાં એશિયાઈ દેશોનો દબદબો જોવા મળ્યો હતો. ભારતની આઈઆઈટી ગુવાહાટી સહિત તાઈવાનની ચાર શૈક્ષણિક સંસ્થાને આ પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મળ્યું હતું.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.09 %
નાં. હારી જશે. 19.26 %
કહીં ન શકાય. 0.65 %