આઇઆઇટી જી ખાતે યંગ રિસર્ચ કોન્કલેવ 2013નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્કેલવનમાં દર વખતે વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હોય છે ગત વર્ષે પણ આખા વિશ્વમાંથી આશરે 50 જેટલા વિદ્યાર્થીઓ આ યંગ કોન્કલેવમાં સામેલ થયા હતા. આ વર્ષે પણ કોન્કેલવમાં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહે તેવી શક્યતા છે.
બે દિવસીય આ કાર્યક્રમની શરૂઆત શુક્રવારથી થઈ ચૂકી છે. યંગ કોન્કલેવનમાં ભાગ લેવા માટે આઇઆઇટી જી સિવાયના વિશ્વભરના જીનિયસ અને સ્કોલર સ્ટુડન્ટ ખૂબ ઉત્સાહી હોય છે. વિદ્યાર્થીઓ માને છે કે આ પ્રકારનું આયોજન તેમને વિશ્વ સ્તરે તેમની ગુણવત્તા સાબિત કરવા માટે ઘણું આગત્યનું પ્લેટફોર્મ બની રહ્યું છે.
યંગ કોન્કલેવમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી જુદા જુદા ટૂલ્સ અને પદ્ધતિઓ વિશે માહિતગાર થઈ શકે છે એટલે જ આઇઆઇટી જી અને ભારતના અન્ય ઇન્સ્ટિટયૂટમાં પણ યંગ રિસર્ચ કોન્કેલવનનું આકર્ષણ વધ્યું છે.
MP/RP
Reader's Feedback: