જામનગર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા સેતુ અંર્તગત ઘોડેસવારી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ ત્રણ-ત્રણ માસના બે તબકકામાં કરવામાં આવી છે.જેમાં હાલ જામનગરના ઘોડેસ્વારીના શોખીનોએ ભાગ લીધો છે. હાલ મહિલા સહિત ૪૮ લોકો તાલીમનો લાભ લઈ રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા પણ અલગ કરતબો શીખવવામાં આવી રહ્યાં છે.
જામનગર શહેરમાં સુરક્ષા સેતુ અંર્તગત પોલીસ અને લોકો વચ્ચે સંબંધ જળવાય રહે તે માટે જાન્યુઆરી માસમાં ઘોડેસ્વારીની તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમ ત્રણ-ત્રણ માસના બે તબકકામાં કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના શોખીનો એ ભાગ લીધો હતો. જેમાં પહેલા તબકકામાં તાલીમાર્થીઓને બેઝીક ટ્રેનિંગ આપવામાં આવે છે. બીજા તબકકામાં એડવાન્સમાં વિવિધ પ્રકારના કરતબો શીખડાવવામાં આવે છે. આ તાલીમમાં હાલ વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, મહિલા તેમજ યુવનો મળી કુલ ૪૮ વ્યકિતઓ જોડાયા છે.
આ તાલીમ શહેરના પોલીસ હેડકવાર્ટર ખાતે ચલાવવામાં આવી રહી છે. રોજ સવાર અને સાંજે એમ બે સમય દરમ્યાન ધોડેસ્વારીની તાલીમ આપવામાં આવે છે. મહિલાઓ પુરષ સમોવડી બની રહી છે. ત્યારે ઘોડેસ્વારીમાં પણ પાછી પાની કરી નથી અને બે વિદ્યાર્થીનીઓ સહિત હાલ છ મહિલાઓ તાલીમ લઈ રહી છે. પોલીસ તંત્ર પણ તેમને રજાના દિવસોમાં પણ તાલીમ આપે છે. હેડ કવાર્ટર ખાતે ૮ પોલીસ કર્મચારીઓ દ્વારા રાઈડિંગ શીખડાવવામાં આવે છે. જેમાં એ.એસ.આઈ જેન્તીલાલ ભીમાણી, સુખદેવસિંહ જાડેજા, કનુભાઈ રાબા તથા પો.હે.કો.ગીરીરાજસિંહ જાડેજા તથા ગગુભાઈ મકવાણા અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલ મળી આઠ પોલીસ કર્મચારીનો સમાવેશ થાય છે.
એન.આર.આઈ પણ ઘોડેસ્વારીની તાલીમમાં જોડાયા છે. જામનગરના મુળ હાલ વિદેશમાં સ્થાયી થયેલા અરૃણકુમાર બીપીનચંદ્ર વડગામા નામના શખ્સ હાલમાં જામનગરમાં તેના સગાઓને મળવા માટે આવ્યા છે તેઓ પણ તાલીમ લઈ રહ્યાં છે.
તાલીમાર્થીઓ નું કહેવું
તાલીમાર્થીઓનું કહેવું છે કે ઘોડેસવારી કરવાથી કસરતો કરવી નથી પડતી અને શરીરમાં તંદુરસ્તી રહે છે અને શરીરમાં આળશ આવતી નથી અને છ માસના તાલીમ પછી આવા ઘોડેસ્વારી કરવા મળશે નહિ અને ઘોડા રાખવા પણ મુશ્કેલ છે. જેથી આ ધોડેસ્વારીનો શોખ પુરો કરવા માટે રજાના દિવસોમાં પણ આવીએ છીએ. અને પોલીસ કર્મચારીઓ પણ સારી રીતે શિખવાડી રહ્યા છે.
AI/RP
Reader's Feedback: