Home» Education» International Education» Hindi to be taught in australian schools

ઓસ્ટ્રેલિયન શાળાઓમાં ભણાવાશે હિન્દી

IANS | October 29, 2012, 02:44 PM IST

મેલબોર્ન :

ઓસ્ટ્રેલિયાની શાળાઓમાં હવે હિન્દી ભાષા પણ શીખવવામાં આવશે. ઓસ્ટ્રેલિયા દ્વારા પોતાની મહત્વાકાંક્ષી યોજનાની ઘોષણા કરી હતી. જે મુજબ દેશની શાળાઓમાં હવે હિન્દી ભાષા શીખવવામાં આવશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ શાળાઓમાં ચાઈનીઝ ભાષા પણ શીખવવામાં આવશે એવી પણ જાણકારી સૂત્રોએ આપી હતી.

ગિલાર્ડ સરકારના જણાવ્યા પ્રમાણે શિયન દેશો સતત વિકાસ સાધી રહ્યાં છે અને શાળાઓમાં આ ભાષાઓ શીખવીને તેમની સાથે ઉત્તમ સંપર્ક જાળવવા માટે પ્રયત્નો કરવામાં આવશે.

તાજેતરમાં જ ભારતમાં પોતાની પ્રથમ મુલાકાત દરમિયાન ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન જુલિયા ગિલાર્ડે કહ્યું હતું કે જે સમયે ઓસ્ટ્રેલિયામાં પરિવર્તનની હવા હતી એ સમયે એશિયામાં પણ એ જ સ્થિતિ હતી. એશિયન દેશો માત્ર પ્રગતિ જ નથી કરી રહ્યાં પરંતુ તેમની વિકાસની ગતિ પણ વધી છે.

વડાપ્રધાન ગિલાર્ડે ઉમેર્યુ હતું કે  તમામ ઓસ્ટ્રેલિયન શાળાઓમાં હિન્દી, મેન્ડેરીન, ઈન્ડોનેશિયન અને જાપાનીઝ ભાષાનું શિક્ષણ આપવા માટે એશિયાની ઓછામાં ઓછી એક શાળા સાથે રહીને કામ કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયા તમામ દેશો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો રાખે છે એમ કહેતાં ગિલાર્ડે ઉમેર્યુ હતું કે અમે સંયુક્ત રાષ્ટ્રોની મજબૂત ઉપસ્થિતિનું સર્થન કરીએ છે. અમેરિકા અમારું મિત્ર છે. ચીનનો અમે આદર કરીએ છીએ. આ સાથે ઈન્ડોનેશિયા, ભારત અને જાપાન તેમજ દક્ષિણ કોરિયા માટે પણ અમારા દરવાજા ખુલ્લા છે.


JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %