કોલેજ લાઇફની મિત્રતા ઉપર આધારિત ફિલ્મ યારિયાંની ટીમ તથા તેના દિગ્દર્શક દિવ્યા કુમાર ખોસલા પોતાની ટીમ સાથે અમદાવાદની મુલાકાતે પધાર્યા હતા. તે દરમિયાન ફિલ્મના હીરો હિમાંશું કોહલીએ દિગ્દર્શક દિવ્યા કુમાર ખોસલા અને અન્ય કલાકારોએ મોકળા મને ‘જીજીએન’ સાથે વાતચીત કરી હતી.
હિમાંશુએ પોતાની ફિલ્મની યાત્રા વિશે જણાવ્યું કે મેં અગાઉ સિરિયલ કરી છે, પરંતુ ફિલ્મનો આ મારો પહેલો અનુભવ છે.અને મને ફિલ્મના શૂટિંગમાં ખૂબ મજા આવી, આ ફિલ્મના પોતાના સંવેદનશીલ અનુભવ અંગે હિમાંશુએ જણાવ્યું કે, ‘આ ફિલ્મનું ગીત ‘મા’ તેની અનુભૂતિ મારા હ્દયની ખૂબ નજીક છે, કારણ કે અમે લોકો એ વખતે વિદેશમાં શૂટિંગ કરી રહ્યા હતા અને એ વખતે દિવાળીનો સમય હતો ત્યારે હું મારી મમ્મીને ખૂબ યાદ કરતો હતો.’
સામાન્ય રીતે અત્યારે એક્શન ફિલ્મોથી લોકો પર્દાપણ કરવા માગતા હોય છે તેને બદલે હિમાંશુએ હળવી રોમેન્ટિક ફિલ્મ કેમ પસંદ કરી તે અંગે હિમાંશુએ જણાવ્યું હતું કે, ‘આ ફિલ્મનો વિષય મન ખૂબ જ ગમ્યો. જોકે મારા ડિરેક્ટરે મારા સિક્સ પેક્સ બનાવ્યા છે અને આખો લુક બદલીને મને ખૂબ સરસ રીતે પ્રેઝન્ટ કર્યો છે.’
યારિયાં ફિલ્મામાં પારડી જેવું અલગ નામ ધરાવતા અન્ય કલાકાર જે થિયેટર સાથે સંકળાયેલો છે તેણે પોતાના આ ફિલ્મમાં કાસ્ટિંગ અંગેની વાત કરતા કહ્યું કે હું થિયેટર એક્ટર છું પણ મારી પસંદગી ફેસબુક દ્વારા થઈ હતી. ફિલ્મના ડિરેક્ટર અને કાસ્ટિગ ટીમને ખાસ તો મારા વાળ ખૂબ ગમી ગયા હતા. તે લોકો પાસે મારો નંબર પણ ન હતો તો એ લોકોએ ફેસબુક દ્વારા મારો સંપર્ક કર્યો ત્યારે તો હું આ ઓફરને સાચી જ નહોતો માની શક્યો. આમાં પારડીનું પાત્ર એકદમ હેપી ગો લકી પ્રકારનું છે. જે લોકોને હંમેશાં હસાવતો રહે છે.
ફિલ્મ ડિરેક્ટર દિવ્યા કુમાર ખોસલાએ પોતાના ડિરેક્શનના અનુભવ અંગે જણાવ્યું હતું કે ‘પહેલા હું મોડલિંગ કરતી હતી, પણ ધીરે ધીરે હું ડિરેક્શન તરફ વળી અને મેં ઘણા આલબમ બનાવ્યા ત્યાર બાદ હું ફિલ્મ ડિરેક્શન તરફ વળી.
ફિલ્મનું કાસ્ટિંગ કેવી રીતે કર્યું તે અંગે જણાવતા દિવ્યા ખોસલાએ ઉમેર્યું હતું કે ‘અમારા માટે યંગસ્ટ્ર્સનું કાસ્ટિંગ કરવું ખૂબ કઠણ હતું. મેં લગભગ દેશના મોટામોટા મોડલિંગ ઇન્સ્ટિટયૂટથી માંડીને થિયેટર એક્ટરના ઓડિશન કર્યા હતા. ત્યાર બાદ અમે આ સિલેક્શ કર્યું.’
MP/RP
Reader's Feedback: