Home» Development» Urban Development» Highcourt given noticed to jmc and government

જામનગરના તળાવ મુદ્દે કોર્પોરેશન-સરકારને હાઈકોર્ટની નોટિસ

જીજીએન ટીમ દ્રારા | March 14, 2014, 12:26 PM IST

જામનગર :

જામનગર મહાનગર પાલિકા દ્વારા લખોટા તળાવને વિકસાવાના (નવીનીકરણ)ના કરેલા ઠરાવને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે કેસ દાખલ કરી સરકાર તેમજ જામનગર પાલિકાને નોટિસ પાઠવી છે, તેમજ કેસની વધુ સુનાવણી ૨૦મી એપ્રિલ પર મુલત્વી રાખી છે.


જામનગરના લાખોટા તળાવ (રણમલ તળાવ)ના બ્યુટીફિકેશનના નામે પર્યાવરણને નુકસાન પહોંચતું હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેર હિ‌તની અરજી કરાઈ છે. આ અરજીના પગલે ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રાજ્ય સરકાર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ જારી કરી બે સપ્તાહમાં ખુલાસો કરવા આદેશ કર્યો છે.


ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ નામની સંસ્થાએ કરેલી અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે બ્યુટીફિકેશનના આ પ્રોજેક્ટના કારણે આ તળાવમાં દુર્લભ થતી પ્રજાતિના પક્ષીઓ આવવાનું બંધ થઇ જશે. આ સિવાય પર્યાવરણને પણ ઘણું નુકસાન પહોંચશે. આ પ્રોજેક્ટના કારણે વિવિધ પ્રકારના પ્રદૂષણ ફેલાશે. આથી આ પ્રોજેક્ટ પર રોક લગાવવી જોઈએ.


આ અરજીમાં એવી રજૂઆત કરાઈ છે કે જામનગર શહેર આ તળાવની આસપાસમાં જ બન્યું હતું. આજે પણ આ તળાવ હજારો લોકોના જીવનમાં મહત્ત્વનો ફાળો ભજવે છે. તળાવની નૈર્સિ‌ગ સુંદરતા ઉપર ગંભીર અસર પડવાની દહેશત હોય તે અટકાવવું જરૂરી છે.


જામનગર મહાનગર પાલિકાએ લખોટા તળાવ (રણમલ તળાવ)નું નવીનીકરણ કરવાની યોજના ઘડી છે. આ તળાવ જામનગર શહેરને પાણી પૂરું પાડે છે. તેમજ તે શહેરીજનો માટે ફરવાનું સ્થળ પણ છે. દર વર્ષે આ તળાવમાં ફલેમિંગો, પેલીકન, સીગલ, સ્ટોર્કસ જેવા અનેક પક્ષીઓ આવતા હોય છે. જુલાઇ ૨૦૧૨માં નગરપાલિકા દ્વારા આ તળાવને દુરસ્ત કરવાની યોજના જનરલ બજેટમાં પાસ કરવામાં આવી હતી.


આ નવીનીકરણને કારણે તળાવની સુંદરતામાં વધારો થવાને બદલે તે નાશ પામે તેવી શકયતા છે. નાગરીકોના પ્રવેશને પણ તેના દ્વારા નિયંત્રિત કરવામાં આવનાર છે. આ પ્રોજેકટને કારણે પક્ષીઓ માટે જરૂરી શાંતિ હણાઇ જશે. આ યોજના મુકતા પહેલા કોઇ પર્યાવરણીય અભિપ્રાય લેવામાં આવ્યો નથી. જેથી આ તળાવની સુંદરતા વધારવા માટે કરાયેલું આયોજન રદ કરવાની અરજદાર સંસ્થા દ્વારા દાદ માગવામાં આવતા કોર્ટે રાજ્ય સરકાર અને જામનગર પાલિકાને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી ૨૦મી એપ્રિલ પર મુલત્વી રાખી છે.


૪૧.૭૦ કરોડનો પ્રોજેક્ટ પૂરજોશમાં


મહાનગરપાલિકાનો દાવો છે કે, તળાવની પાળને અને તેને થતી પર્યાવરણીય માઠી અસરથી બચાવવા માટે એક મેગા પ્રોજેકટ હાથ ધરાયો છે, જેથી પાયાના ઉદેશ્યો ઉપરાંત લોકો માટે સુવિધાસભર અને આકર્ષક એવુ હરવા ફરવાનું સ્થળ મળી રહે.આ માટે ગત ડીસેમ્બર માસથી કામ શરૂ થયું છે અને હાલ ર૦ ટકા કામ પુરૂ થઇ ગયું છે. જામનગર મહાનગરપાલિકાના સીટી એન્જીનિયર શૈલેષ જોશીના જણાવ્યા મુજબ આ પ્રોજેકટ પૂર્ણ થશે ત્યારે એક એવું નઝરાણું બનશે કે જેની અત્યારે લોકોને કલ્પના પણ નથી અને અવશ્ય આકર્ષક, ઐતિહાસિક વારસાને રક્ષણાત્મક અને હરવા-ફરવા-જોવા લાયક સ્થળ બની રહેશે.


પક્ષીઓને ખલેલ પહોંચશે


જામનગરના તળાવમાં પ૦થી વધુ જાતિના ૪૦ હજારથી વધુ પક્ષીઓની આવન-જાવન રહે છે. જેમાં માઇગ્રેટરી અને લોકલ મળીને સીગલ, પેનીકંટ, ઓરીએન્ટલ કાર્ટર, ગ્રેટર ફલેમીંગો, સ્કોટ્રેડ ડકસ, કાસ્પીટસ, પોપટ, સીગલ, જળકૂકડી, મુનહેટન, પોનહેટન, ગલ, કોમન ટન, રોઝી, સ્ટારલીંગ, બ્રાઉન્ડ હેડ ગલ, પારાકીટ, બેંકમાઇના, ટફડક, સેન્ડપાઇપર, ટેલરબર્ડ વગેરે પ્રકારના પક્ષીઓની આવન-જાવન રહે છે. આ પક્ષીઓને શાંત અને લાઇટ વગરનું રાત્રે વાતાવરણ જોઇએ. પરંતુ મ્યુઝીકલ ફુવારા, બોટીંગ, ડેકોરેશન અને વિવિધ રાઇડઝ અને પ્રદર્શન દરમિયાન થતાં રહેતા ધસારાથી પક્ષીઓને ખૂબ જ ખલેલ પહોંચી શકે તેમ છે. માટે કોર્મશિયલ દ્રષ્ટિકોણથી થતો વિકાસ એ પક્ષીઓ માટે વિનાશ સમાન બની રહેવાની પુરતી સંભાવના છે.

 

AI/RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %