Home» Crime - Disaster» Natural Calamity» Heavy rain in ahmedabad

ગુજરાતમાં ભારે વરસાદ, અમદાવાદમાં સ્કૂલ,કોલેજ બંધ

Agencies | September 25, 2013, 12:08 PM IST

અમદાવાદ :

ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદે કેટલાય વિસ્તારને પૂરના પકડમાં લીધા છે. છેલ્લા 5 કલાકથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના લીધે પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોડી રાતે શરૂ થયેલો ભારે વરસાદને કારણે શહેર પાણીથી છલોછલ ભરાઈ ગયું છે. દરેક વિસ્તારમાં પાણી ઘૂંટણ સુધી ભરાઈ ગયું છે.

ભારે વરસાદને લીધે મોટાભાગની સ્કૂલ અને કોલેજમાં સાવચેતીના હેતુસર આજે બંધ કરવામાં આવી છે. ખાસ તો અમદાવાદના પૂર્વીય વિસ્તારની હાલત ખરાબ છે. ગુજરાતમાં ખાલી અમદાવાદમાં જ નહીં પરંતુ સુરત, વડોદરા, નવસારી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ પૂર જેવી હાલત છે. અહીંયા ફાયર વિભાગ તથા એનડીઆરએફની ટીમ ગોઠવાઈ ગઈ છે. વહીવટીતંત્રએ લોકોને સલાહ આપી છે કે જો જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવું નહીં. વળી, હવામાન વિભાગે પણ આગલા 24  કલાકમાં ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે.

તે સિવાય ભારે વરસાદના પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચેની અમુક ટ્રેન રદ કરવામાં આવી છે અને બીજી કેટલીક ટ્રેન મોડેથી ચાલવાની સંભાવના છે.

ગુજરાતમાં છેલ્લી મોડી રાત્રે સતત ચાલુ રહેલા ભારે વરસાદના પગલે ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે. હવે કેટલાક વિસ્તારમાં વરસાદ વિરામ લેતા રસ્તા પર ટ્રાફિકજામની મુશ્કેલી ઉભી થઈ છે. અમદાવાદના આઠ અંડરબ્રીજમાં પાણી ભરાઈ ગયા હોવાને કારણે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનો સંપર્ક તૂટી ગયો છે અને અવર-જવરમાં ભારે મુશ્કેલી નડી રહી છે.

PD

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %