જર્મનીની વિશ્વવિખ્યાત મોડ્યુલર કિચન બ્રાન્ડ હેકર હવે ભારતના અન્ય શહેરો સાથે અમદાવાદમાં પણ મોટો શો રૂમ ખોલ્યો છે. અમદાવાદના શો રૂમ ખાતે 11 લાઈવ કિચન અદ્યતન ડિઝાઈનમાં જોવા મળશે.
આ ઉપરાંત થીમ બેઝ કિચન પણ તેઓ કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે તૈયારી કરી આપશે. મોડ્યુલર કિચનની રેન્જ સાડા ત્રણ લાખથી શરૂ થાય છે. હેકર બ્રાન્ડ જુદા જુદા મટીરિયલ, રંગ અને સ્ટાઈલમાં આશરે 163 જેટલા ઓપ્શનની વિશાળ રેન્જ સમગ્ર વિશ્વમાં પૂરી પાડે છે.
1936થી હેકર કંપની મોડ્યુલર કિચન બનવવા માટે જાણીતી છે. જર્મનીના રોડિંગહુસેન ખાતે 1,75,000 સ્ક્વેર મીટરના વિશાળ એરિયામાં ફેલાયેલા વિશાળ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં મોટા પાયે મોડ્યુલર કિચનનું ઉત્પાદન કરે છે. હેકર જર્મનીમાંથી આખા વિશ્વમાં મોડ્યુલર કિચન સપ્લાય કરે છે અને તે વિશ્વના 65 દેશોમાં પથરાયેલી છે. હેકર બ્રાન્ડની વિશેષતા એ છેકે આ બ્રાન્ડની તેની દરેક પ્રોડક્ટ્સ ઉપર મેન્યુફેક્ચરિંગ સામે લાઈફ ટાઈમ વોરંટી આપે છે. તેમજ વેચાણ પછી પણ બેકઅપની સર્વિસ પૂરી પાડે છે. જેથી ગ્રાહકો તેમના મૂવેબલ પાર્ટસ ઉપરનું મેઈન્ટેનન્સ, રિપેર કે રિપ્લેસમેન્ટ સહિતની તમામ સુવિધા પૂરી પાડે છે. હેકર્સની ક્વાલિટી સિસ્ટમ માટે સેફ્ટી આરએએલ ક્વાલિટીનું એપ્રૂવલ ધરાવે છે. ઉપરાંત તે ડીઆઈએન આઈએસઓ-9001થી સર્ટિફાઈડ છે. હેકર પ્રોડક્શનમાં વપરાતા દરેક સિંગલ પાર્ટ અને મટિરિયલ ડીઆઈએન સર્ટિફિકેટ ધરાવે છે. ઉલ્લેખનીય છેકે ડીઆઈએન જર્મન સ્ટાન્ડર્ડ છે. જે ભારતના આઈએસઆઈ સ્ટાન્ડર્ડની સમકક્ષ છે.
અહીં ગ્રાહકોને ફિનિશ લેમિનેટ્સ, હાઈ ગ્લોસ લેમિનેટ્સ, સોલિડ વૂડના મિક્સ એન્ડ મલ્ટી વિકલ્પો મળી રહેશે. ઓટોમેટીક કમ્પ્યૂટર્સ દ્રારા બનેલા મોડ્યુલર કિચન્સ હેકર કંપની લો એન્ડ મીડલ સેગમેન્ટથી માંડીને હાઈ રેન્જ સુધીના કિચન વેચાણ માટે રજૂ કરશે .વળી હેકરના સિંગલ કિચનની ખાસિયત એ છેકે કિચન તેની સ્ટાન્ડર્ડ કેબિનેટરી સિસ્ટમ સાથે કોઈ પણ જગ્યાએ ફિટ થઈ જાય તેવું હોય છે.
મોડ્યુલર કિચનના કેબિનેટરી પ્રોડક્શનમાં વપરાતું બેઝ મટિરિયલ હાઈ ડેન્સિટી, ચિપ પાર્ટીકલ બોર્ડસ, પાર્ટિકલ્સ બોર્ડસ અને એડીએફ મટિરિયલમાંથી બનેલું હોવાથી તે ઉધઈ સામે રક્ષણ આપે છે. અમદાવાદમાં ભવ્ય શો રૂમ ખોલ્યા બાદ કંપની પૂના, ઈન્દૌર, ત્રિવેન્દ્રમ અને કોલક્તામાં પણ પોતાના શો રૂમ ખોલવાના આયોજનમાં છે.
આ ઉદ્ધાટન કંપનીના એક્સપોર્ટ ડિરેક્ટર મિસ્ટર વિલિયમ કામ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
MP/RP
Reader's Feedback: