સ્ટાર પ્લસ ઉપર નવા શરૂ થનારા સસ્પેન્સ થ્રીલર કમ લવ સ્ટોરી એવા શો એક હસીના થીને લોન્ચ કરવા માટે અમદાવાદી ગર્લ સંજીદા શેખે અમદાવાદની મુલાકાત લીધી હતી. અમદાવાદના શોના લોન્ચિંગ સમયે તેણે એક ધમાકેદાર પર્ફોર્મન્સ પણ આપ્યું હતું. રેડ એન્ડ વ્હાઈટ ચણિયાચોળીમાં પર્ફોર્મ કરી રહેલી સંજીદા એક હસીના થી નામ પ્રમાણે જ ખૂબ સુંદર લાગી રહી હતી. સંજીદાએ પોતાના પાત્ર તથા સિરીયલની વાતોની સાથે અમદાવાદના સંસ્મરણો પણ મમળાવ્યા હતા.
સંજીદાએ પોતાના પાત્ર વિશે જણાવ્યું હતું કે આ સિરિયલમાં દુર્ગા નામની બંગાળી છોકરીનું પાત્ર ભજવી રહી છું. જે કોલક્તામાં રહે છે. આ પાત્ર નેગેટીવ નથી,પરંતુ હા આ પાત્રના ગ્રે શેડ જરૂર છે. તેની જિંદગીમાં બનેલી અમુક ઘટનાઓને કારણે દુર્ગા થોડી ગણતરીબાજ થઈ ગઈ છે. જે પ્રેમ તો કરે છે,પરંતુ તેની કેટલીક ગણતરીઓ છે. દુર્ગા એવી આજના જમાનાની એવી યુવતી છે જે સચ્ચાઈ માટે લડે છે અને તેના માટે એ કોઈ બાંધછોડ નથી કરતી.
વાસ્તવિક જીવનમાં સંજીદા દુર્ગાના પાત્ર સાથે પોતાની જાતને કેટલી સાંકળે છે એ વિશે જણાવતા સંજીદાએ કહ્યું કે હું દુર્ગા જેવી છું. પહેલેથી જ એકદમ સ્ટ્રોન્ગ અને ફોક્સમાઈન્ટ રહી છુ. હા બિનજરૂરી કોઈને હેરાન નથી કરતી. મારા કામમાં હું સંપૂર્ણપણે સમર્પિત હોઉં છું. સંજીદા અમદાવાદમાં જ ઉછરી છે અને હવે મુંબઈ તેની કર્મભૂમિ બન્યું છે તો તે અમદાવાદની કઈ એક જગ્યા તે હજી મિસ કરે છે તથા તેના પરિવારને કેટલો યાદ કરે છે એ પૂછતાં સંજીદાએ કહ્યું કે અમદાવાદ તો જાન છે અને હું અમદાવાદનો સી.જી રોડ ખૂબ મિસ કરું છું. એ ઉપરાંત મારો પરિવાર પહેલા જ્યાં જુહાપુરામા રહેતો હતો તે જગ્યા, મારી સ્કૂલ લિટ્લ ફ્લાવર, આ દરેક સ્થળોને હું ખૂબ જ મિસ કરું છું. મારો પરિવાર અહીં જ છે એટલે હું તક મળે ત્યારે અમદાવાદની મુલાકાત લઈ જ લેતી હોઉં છું.
એક હસીનાથી માં સંજીદાના કો સ્ટાર વત્સલ શેઠ થતા યુનિટ સાથેના અનુભવો કેવા રહ્યાં તે અંગે સંજીદાએ કહ્યું કે અમારા યુનિટમાં ખૂબ સરસ વાતાવરણ હતું અને કોસ્ટાર તરીકે અમે બધા જ ખૂબ જ સહકારથી કામ કરતા હતા.
અમદાવાદી સંજીદાએ બંગાળણનું પાત્ર ભજવવા માટે શું શું તૈયારીઓ કરી હતી. તેના જવાબમાં સંજીદાએ કહ્યું કે મારે ખુબ જ તૈયારીઓ કરવી પડી. ખાસ કરીને બંગાળી ભાષા શીખવી પડી. મને એ ભાષા બોલવામાં ખૂબ તકલીફ પડી. એટલે મારા પ્રોડ્યુસર તેમજ ચેનલ સાથે મળીને મેં ઘણા વર્કશોપ પણ કર્યા હતા. જેથી હું ઉતકૃષ્ટ અભિનય કરી શકું.
MP/RP
Reader's Feedback: