જામનગરના જોડીયા તાલુકાના કેશીયા તથા દુધઈમાં ૬૬ કેવીના સબસ્ટેશનમાંથી રિએકટરોની ચોરી કરતી ગેંગના ચાર શખ્સોને સ્થાનિક પોલીસે ઝડપી લીધા છે. અને પ શખ્સોની સંડોવણી ખુલતા તેની શોધખોળ આરંભી છે. અને ચાર શખ્સોને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જોડીયા તાલુકાના કેશીયામાં ગતતા.૧૯/ર/૧૪ના રોજ ૬૬ કે.વીના સબસ્ટેશન અને તા.રપ/૩ ના રોજ જામદુધઈમાં ૬૬ કે.વીના સબસ્ટેશનમાંથી અજાણ્યા શખ્સોએ રિએકટરો-કોપર વાયરોની ૧પ૦ ગ્રામ એવા છ રિએકટરોની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે અંગે પોલીસે તપાસ આરંભી હતી. તપાસ દરમ્યાન બાતમીના આધારે પોલીસે કોલડિટેઈલ મેળવી ત્રણ શકમંદોની જોડીયા પોલીસે અટક કરીને આગવી ઢબે પૂછપરછ કરતાં સંડોવણી ખુલી હતી. આથી કચ્છ-ભુના કનૈયા-ર ખાતે રહેતા ઈસબશા ઉર્ફે ઈશો ઈસ્માઈલશા શેખ(ઉ.વ.ર૮), ભુજની જુની બકાલી કોલોનીમાં રહેતાં અમીલશા હુશેનશા શેખ (ઉ.વ.ર૩) અને જાવેદ કાસમ બેર-માજોઠી કુંભારની અટકાયત કરી હતી. જેમાં આરોપી ઈસબશા અને અમીલશા અગાઉ અંજાર વિસ્તારમાં રિએકટરોની ચોરીમાં ઝડપાઈ ચુક્યા હતાં. ત્યાર બાદ અંજારના સલીમ ઉર્ફે સલીયો ઉર્ફે અધાભાઈ કટીયા ને ઝડપી લીધો હતો. અને ચારેય શખ્સોની પૂછપરછ કરતાં જોડીયા પંથકમાં ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. અને ચોરીનો માલ આમરણ રોડ પર બાવળની ઝાડીમાં રાખ્યો હોવાની કબૂલાત કરતાં પોલીસે ચોરાઉ માલ કબ્જે કરી હતી. અને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. અને વધુ પ શખ્સોના નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ આરંભી છે.
AI/RP
Reader's Feedback: