Home» Crime - Disaster» Crime» Fir lodged for murder at racecorse road

રેસકોર્સ મેદાનથી આધેડની લાશ મળતાં ચકચાર મચી

જીજીએન ટીમ દ્રારા | April 11, 2014, 12:43 PM IST

રાજકોટ :

શહેરની કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે આજે વધુ એક હત્યાનો ગુન્હો પોલીસ ચોપડે નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે શહેરના રેસકોર્સ મેદાનમાં કોળી આધેડની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો મૃતકની બહેન સાથે મુસ્લિમ યુવાનને અગાઉ લફડું હોય તે મુસ્લિમ યુવાન સાથે ગત રાત્રે કોળી આધેડ ગયા બાદ સવારે લાશ મળતા મુસ્લિમ યુવાને જ હત્યા કરી હોવાની પરિવારજનોએ શંકા દર્શાવી છે હાલ પોલીસે હત્યા અંગેનો ગુન્હો નોંધી હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

શહેરના રેસકોર્સ મેદાનમાં વહેલી સવારે લોહીભીની હત્યા કરાયેલી લાશ મળી હોવાની જાણ કંટ્રોલમાં કરવામાં આવતા પ્રદ્યુમન નગર પોલીસ , ડીસીપી , એસીપી તથા ક્રાઈમ બ્રાંચ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.


તપાસ કરતા મૃતક ચંપકભાઈ મનજીભાઈ મકવાણા કોળી હોવાનું ખુલ્યું હતું ઘટના અંગે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને ચંપકભાઈ નો મૃતદેહ જોઇને ભાંગી પડ્યા હતા પરિવારજનોએ પોલીસને માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતક ચંપકભાઈ ની બહેનને અગાઉ મુસ્લિમ યુવાન શાહરૂખ સાથે અફેર હોય તે બાબતે ડખ્ખો થયો હતો બહેન સાથે અફેર કરનાર શાહરૂખ નામનો મુસ્લિમ યુવાન ગત રાત્રે ઘરે આવ્યો હતો અને ચંપકભાઈ મકવાણા શાહરૂખ સાથે ગયા હતા.રાત્રીના 12 વાગ્યા સુધી ચંપકભાઈ ઘરે પરત નહિ ફરતા પરિવારજનોએ આ અંગે પોલીસમાં પણ જાણ કરી હતી પરંતુ તેઓ મળી આવ્યા ન હતા દરમિયાન વહેલી સવારે છરીના અંદાજે 4 જેટલા ઘા ઝીકીને હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેથી પ્રાથમિક ધોરણે મુસ્લિમ યુવાન શાહરૂખ ઉપર પરિવારજનોએ શંકા દર્શાવી છે. પોલીસે હત્યા અંગે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


હત્યાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને એફ એસ એલ નિષ્ણાંતની મદદ લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઘટનાસ્થળેથી પોલીસે એક લોહીભીની છરી પણ કબજે કરી હતી.

 

JJ/RP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %