નોબેલ એવોર્ડ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનના મહત્વપૂર્ણ ભાષણની સાથે આજે શુક્રવારે 17મી જાન્યુઆરીના રોજ જયપુર સાહિત્ય મહોત્સવ ( જેએલએફ)નો પ્રારંભ થયો છે. દર વર્ષે આયોજીત થનારા આ સાહિત્ય મહોત્સવમાં દુનિયાભરથી પ્રસિદ્ધ સાહિત્યકાર ભાગ લે છે.
વર્ષ 2006માં શરૂ થયેલા આ પાંચ દિવસીય સાહિત્ય મહોત્સવ ખાસ બની ગયો છે. આ સમારોહમાં અંદાજે બે લાખ લોકો ભાગ લેશે. જેમાં લેખક અને વિશેષજ્ઞોમાં જોનાથન ફ્રૈંજેન, જાવેદ અખ્તર, ઝુમ્પા લાહિડી, ગ્લોરિયા સ્ટેનેમ, શશિ થરૂર, અશોક વાજપેયી, એસ આર ફારૂકી, વેદ મહેતા, રેજા અસલન, સમાંથા શૈનન, ગણેશ ડેવી, એમ ટી વાસુદેવન નાયર, મહેશ દત્તાની અને નરેન્દ્ર કોહલી જેવા અનેક ખ્યાતિનામ હસ્તીઓ ભાગ લેશે.
નોંધનીય છેકે જયપુર સાહિત્ય મહોત્સવ અનેક વખતે વિવાદોમાં રહ્યો છે. ગત વર્ષે સલમાન રશ્દીનાં પુસ્તકને લઇને જયપુર સાહિત્ય મહોત્સવમાં સર્જાયો હતો. છે. મુસ્લિમ સંગઠન અજનત-એ-નામૂસ-એ-રસૂલે ચેતવણી આપી હતી કે જો સમેંલનમાં સલમાન રશ્દીનાં પુસ્તકનાં વિવાદીત અંશ રજૂ કરનારા ચાર લેખકોને બોલાવવામાં આવ્યા તો તેનો વિરોધ કરવામાં આવશે.
આ મુસ્લિમ સંગઠન દ્વારા લેખક રુરિ શર્મા, જીત થ્યાલ, અમિતાભ કુમાર અને હરી કુંજરૂનાં સમેંલનમાં આવવાનો વિરોધ કર્યો હતો. અજનત-એ-નામૂસ-એ-રસૂલનાં સંયોજક સાજિદ સહરાઇએ કહ્યુ હતું કે સાહિત્ય સમેંલનને લઇને અમને કોઇ તકલીફ નથી. પણ જો આવાવ લેખકોને બોલાવવામાં આવ્યા અથવા કોઇ ફિલ્મ કે એવુ કોઇ પુસ્તક મુકવામાં આવ્યુ જે ઇસ્લામનો અનાદર કરે છે. તો અમે સહન નહી કરીએ.
RP
Reader's Feedback: