
રાષ્ટ્રીય કિસાન દળ દ્રારા ગુરુવારે એક પત્રકાર પરીષદનુ આયોજન હાથ ધરીને ખેડૂતોના હીત તેમજ હકો અંગે રજુઆતો કરી હતી. તેમજ જો આ અંગે કોઇ યોગ્ય નિરાકરણ સરકાર દ્રારા લાવવામા ન આવશે તો કિસાન દળના તમામ સભ્યો દ્રારા એક પણ પાર્ટીના ઉમેદવારોને મત નહીં આપવા અંગેની ચીમકી ઉચ્ચારી હતી.
રાષ્ટ્રીય કિસાન દળના અઘ્યક્ષ દ્રારા એક પ્રેસ કોન્સફરન્સનું આયોજન હાથ ધરવામા આવ્યુ હતુ. જેમા તેઓએ ખેડૂતને થતા અન્યાય સામે વિરોધ કરી તેઓને યોગ્ય ન્યાય મળી રહે તે અંગેની ઝુંબેશ ચલાવવાની માંગણી કરી હતી.
આ ઝુંબેશમાં વિવિધ પ્રકારના નવ મુદ્દાઓને માંગણીઓ સ્વરૂપે આવરી લીધા છે. જેમા 1894 નો જંમની સંપાદનનો કાયદો, જમીન સંપાદન કાયદો નેસ્ત નાબૂદ ન થાય ત્યા સુધી કિસાનોને યોગ્ય વળતર આપવુ, કિસાનોને વ્યાજ મુકત લોન આપવી, બેંકો દ્રારા ઉચા દરે વસુલવામા આવતા વ્યાજ દરનો રેટ ઘટાડવો, રેલ્વે બજેટની જેમ કૃષિ બજારના બજેટની અલગ વ્યવસ્થા, ટોલપ્લાઝા બનાવતી વેળાએ જે ખડૂતની જમીન કપાણમાં આવી હોય તે લોકોના પરિવારને આવક માથી 30 ટકા જેટલી રકમ, ફુડ સીકયુપીટી એકટ અન્વયે ખડૂતોનુંશોષણ ન થાય તેમજ ન્યાયતંત્રમા ખેડૂતના કેસોને પ્રાથમિકતા આપી તે કેસોને જલ્દી નિકાલ કરવા અંગેની વિવિધ માંગણીઓ રજુ કરી હતી.
જે અંતર્ગત વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમા જે પાર્ટી પોતાના ચૂંટણી ઢંઢેરામા ખેડૂતોના આ સળગતા પ્રશ્નો અંગે ઉકેલ લાવશે કે પાર્ટીને જ તેઓ મત આપશે તેવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત જો કોઇ પાર્ટી આ મેનીફેસ્ટોનો સ્વીકાર નહીં કરે તો આખરે તે મતદાન અંગે તમામ ખેડૂતો બિહષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
CP/RP
Reader's Feedback: