Home» Youth» Trends» Facebook to buy mobile messaging app whatsapp for 16 billion

મેગા ડીલ, ફેસબુક ખરિદશે વોટ્સ એપ

Agencies | February 20, 2014, 11:36 AM IST

ન્યૂયોર્ક :

યુવાપેઢીથી લઈને જૂનીપેઢી સુધી પહોંચેલી એપ્લિકેશન વોટ્સ એપ હવે ભારે લોકપ્રિય બનતું જાય છે. યુવાનોમાં ખૂબ જ ઝડપથી પોતાની લોકપ્રિયતા ફેલાવનાર આ મોબાઈલ મેસેજિંગ સ્ટાર્ટ એપ્લિકેશન વોટ્સ એપને પ્રખ્યાત સોશ્યલ નેટવર્કીંગ સાઈટ ફેસબુકે ખરીદી લેવાનુ નક્કી કર્યું છે. એક માહિતી મુજબ ફેસબુકે રૂ. 1182 અબજ ચૂકવીને વોટ્સ એપ ખરીદવાની ડીલ ફાઈનલ કરી છે. દુનિયામાં પોતાના સોશિયલ નેટવર્કિંગને વધારવા માટે ફેસબુક આ ડીલ કરવા જઈ રહ્યું છે. દુનિયામાં વોટ્સ એપની લોકપ્રિયતા 4500 કરોડ લોકોમાં છે જેને જોઈને જ ફેસબુકે તેને ખરીદી લેવાનુ નક્કી કર્યું છે. 

માર્કેટમાં વધતા મોબાઈલ મેસેજિંગને ધ્યાનમાં રાખીને ફેસબુકે વોટ્સ એપ ખરીદવાનુ આયોજન કરી રહ્યા છે. મેસેજ સિવાય સોશિયલ નેટવર્ક પર ફોટો અને યૂ-ટ્યુબ વીડિયો શેર કરવામાં મદદરૂપ વોટ્સ એપ યુવા વર્ગ માટે એક સરળ માધ્યમ બની ગયું છે. સોશિયલ નેટવર્કમાં વોટ્સ એપ ઘણું પાછળથી આવ્યું છે પરંતુ સ્માર્ટ ફોનમાં તે સરળતાથી ઉપયોગ કરી શકાતુ હોવાથી તેની લોકપ્રિયતા ખૂબ જ ટૂંક સમયમાં ઘણી વધારે થઈ ગઈ છે. હવે તો કોલેજ તેમજ સ્કૂલના સ્ટૂન્ડટ પણ આ વોટ્સ એપનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે ઘણી વાર આ માધ્યમ દ્વારા પેપર લીક થવાની ઘટના પણ સામે આવી છે. પરંતુ જો સાચો ઉપયોગ કરવામાં આવે તો સોશ્યલ નેટવર્કીંગ સાઈટ્સ અને આવા વોટ્સ એપ અને તેવા બીજા એપ્સ રોજિંદી જિંદગીમાં પણ ઘણી બધી ઉપયોગી નીવડી શકે છે.

જો કે, એક સર્વે પ્રમાણે રોજના 1 લાખથી વધારે લોકો વોટ્સ એપ પર જોડાયેલા રહે છે. ફેસબુક માટે આજ કારણ મહત્વનું છે અને તેથી જ તેણે વોટ્સ એપને ખરીદી લેવાનુ નક્કી કર્યું છે. ફેસબુકના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ ડીલ માટે ફેસબુકે સરેરાશ રૂ. 1182 અબજ ખર્ચ કરવા પડશે. આ ડીલમાં શરૂઆતમાં રૂ. 248 અબજ જ કેશ આપવામાં આવશે અને બાકીના પૈસા સ્ટોક્સ પ્રમાણે આપવામાં આવશે. જો આ ડીલ ફાઈનલ થઈ ગઈ તો આવનારા દિવસમાં વોટ્સ એપમાં ઘણા બધી અપડેટ આવવાની શક્યતાઓ રહેલી છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %