સો.ગૂગલ ઇમેજ
અમદાવાદ :“બેટા ..તને ખબર છે ને હવે પરીક્ષાના કેટલા દિવસ બાકી? અડધો કલાક થઇ ગયો, ચલ હવે વાંચવા બેસ...બહુ ટાઇમ બગાડે છે. હે ભગવાન ! તું લાઈફમાં ક્યારે સીરીયસ થઈશ ?....” આ કોમન ડાયલોગ્સ ગુજરાતના અનેક ઘરોમાં સંભળાતા હશે.
એક્ઝામ ફીવર અને ફીયર એ બંનેએ બરાબર ભરડો લીધો છે. વિદ્યાર્થીઓ અકળાયા છે. ગુંગળાયા છે. બધું તૈયાર કરેલું પરીક્ષાના ત્રણ કલાકમાં પીરસી દેવાની તૈયારી જોરશોરમાં છે. એક્ઝામ એ “લાઈફ સ્કીલ” ન રહેતા હવે “ટાઇમ સ્કીલ" બની છે. અને વિદ્યાર્થીના ઈમેજીનેશનને કિલ કરી રહી છે.
આવા સંજોગોમાં મારા વિદ્યાર્થી મિત્રો માટે કેટલીક ટીપ્સ “પરીક્ષા –દુરસ્તી”ની...
ફ્રેન્ડઝ ....હવે ઘણો ઓછો સમય છે. એક્ઝામ શરુ થવાને, એટલે તમારે ફ્રી થવાને પણ એટલો ઓછો સમય છે. આવું વિચારો...મજા આવશે....ટેન્શન ઘટશે...
જેમ લોંગ જમ્પમાં ખુબ દોડીને સહેજ અટકવું પડે, જમ્પ કિક લેવા માટે...બસ એમ જ હવે થોડા રિલેકસ થવું એ એક્ઝામના ‘ફ્લાઈગ જમ્પ’ માટે જરૂરી છે તો જ ઓછા સમયમાં લાંબુ અંતર કપાય.
સહેજ રિલેકસ થવાથી આગળ વાંચેલું બધું સરસ રીતે મનમાં ગોઠવાય છે. વધુ પડતી ચિંતા તમારા પર્ફોમન્સને નબળું બનાવે છે. હળવી ‘દરકાર’ તમારા કાર્યને મજબુત બનાવે છે.
વાંચવામા, તૈયાર કરવામાં તમે પૂરી મહેનત કરી છે. હવે જે નથી આવડતું એમાં છેલ્લી ઘડીએ ટાઇમ વેસ્ટ કરવાને બદલે જે આવડે છે તેનું પુનરાવર્તન વધુ ઉપયોગી થઇ પડે છે.
ઉપર-ઉપરથી 'બર્ડ –વ્યુ રીવીઝન' કરવાનો આ સમય છે. જો એવું લાગે કે અરે...આ તો મને બિલકુલ યાદ જ નથી. તો પણ હવે ફક્ત મુદ્દાઓ પર નજર પુરતી છે. ડીટેઇલ વિચારીને ડીસ્ટર્બ થવાની જરૂર નથી.
આટલું બધું મને કેમ યાદ રહેશે ? આવી બહુ ચિંતા ન કરવી. કારણકે એ કે તમે જો તૈયારી દરમ્યાન મહેનત કરી હોય, યોગ્ય રીતે વિષય ને સમજ્યાં હો અને પુનરાવર્તન બરાબર કર્યું હોય તો મોટાભાગની વિગતો ઓટોમેટીકલી યાદ રહે છે. જેમ તમારી આંગળીને લોહી પહોચી રહ્યું છે કે નહિ તેની સતત ચિંતા નથી કરતા, આ એક સાહજિક શારીરિક પ્રક્રિયા છે. બસ એમજ જો તમે પધ્ધતિસર વાંચ્યું હશે અને નિર્ભય હશો તો બધું ઓટોમેટીકલી યાદ રહી જશે અને પરીક્ષામાં લખી શકાશે. આ એક સાહજિક માનસિક પ્રક્રિયા છે.
એટલુ યાદ રાખો કે મોટા ભાગના સ્ટુડન્ટસ માટે યાદ રાખવાનો મૂળભૂત નિયમ ‘પુનરાવર્તન’ છે. એનો કોઈ શોર્ટકટ નથી કે કોઈ તાત્કાલિક દવા નથી. હા, એટલું ચોક્કસછે કે તમારા કોન્સન્ટ્રેશન પાવરને કાઉન્સેલીંગ દ્વારા વધારી શકાય છે. એ તો હોય એટલો જ જીવનભર રહે છે.
સૌથી અગત્યની વાત.
જીવનમાં સફળ થવા માત્ર ‘ટકા’ અગત્યના નથી. એક સારા વ્યક્તિ બનવુ અને મહેનત કરીને સ્વ-બળે આગળ વધવાની પોઝીટીવનેસ વધારે અગત્યની છે.
એટલું ખરું કે સારા માર્ક તમારા આત્મવિશ્વાસને વધારે મજબુત બનાવે છે અને આ દસમુ કે બારમું ધોરણ એ કારકિર્દીનો એક પડાવ માત્ર છે. ખરૂ જીવન તો એ પછી છે.
તો દોસ્ત... ઓલ ધ બેસ્ટ..એન્ડ ‘બી ધ બેસ્ટ..’
અને છેલ્લે....
સેલ્ફ – કોન્ફીડન્સની કોઈ મેડીસીન નથી આવતી એ તો ‘સેલ્ફ’ માંથીજ મળે છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી. એ માટે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બંનેની જરૂર પડે છે. તમારી કાબેલિયત જીવનની રાહ ઘડે છે, માત્ર ‘ટકા’ નહિ...
પરીક્ષાની તૈયારીને લઈને તમને કોઈ દ્વિધા હોયતો આપ સવાલ પૂછી શકો છો. જેનો જવાબ આપશે ડો. પ્રશાંત ભીમાણી (સાઇકોલોજીસ્ટ).
DP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: