Home» Social Media » Tweeter Tweets» Estranged wife rugby star andy powell posts explicit sex texts twitter puts wedding dress 10 000 ring ebay

રગ્બી સ્ટારની પૂર્વ પત્નીએ ટ્વિટર પર અંગત ટેક્સ્ટ મેસેજ જાહેર કર્યા

એજન્સી | March 20, 2014, 06:02 PM IST

લંડન :
રગ્બી સ્ટારની પત્નીએ ટ્વિટર પર તેના પતિ દ્વારા મોકલવામાં આવેલા અશ્લિલ ટેક્સ્ટ મેસેજ ટ્વિટર પર મુકવાની સાથે જાણીતી શોપિંગ સાઈટ ઈબે પર વેડિંગ ડ્રેસ અને રિંગ વેચવાની જાહેરાત કરી હતી. તેણીના આ પગલાંથી તેના પતિની છબીને ખાસ્સું નુકસાન થવાની સાથે નીચાજોણું પણ થયું છે.
 
ભૂતપૂર્વ વેલ્સ ઈન્ટરનેશનલ અને બ્રિટિશ લાયન એન્ડી પોવેલે 25 વર્ષીય નતાષા ગેસકોઈની સાથે લગ્ન કર્યાં હતા. 6 પૂટ 4 ઈંચની ઉંચાઈ ધરાવતા 32 વર્ષીય એન્ડીનું નતાષા સાથે તેનું લગ્ન જીવન માત્ર નવ મહિના જ ટક્યું હતું. જાન્યુઆરીમાં છુટ્ટા પડ્યા પછી ગેસકોઈની ઘર છોડીને ચાલી ગઈ હતી અને તેની સાથે સંકળાયેલી વસ્તુઓ વેચી નાખવાનું નક્કી કર્યું હતું.
 
જેના ભાગરૂપે તેણીએ તેણીનો વેડિંગ સૂટ, રગ્બી બૂટ, વેલેન્ટાઈન કાર્ડ સહિતની 31 વસ્તુઓને ઈબે પર વેચવા મૂકી હતી. જે બાદ તેણીએ કહ્યું હતું કે, હું શક્ય તેટલી વધુ ઝડપથી આ દર્દમાંથી છૂટી જવા માગુ છું. તેણી પોવેલના કપડાં અને લેવ લેટરને પણ વેચવા મૂક્યા છે, જેને અનવોન્ટેડ કાર્ડ્સ ફ્રોમ માય હસબન્ડ નામ આપવામાં આવ્યું છે.
 
આટલેથી ન અટકતાં તેણીએ તેના ભૂતપૂર્વ પતિ સાથે થયેલા અશ્લિલ ટેક્સ્ટ મેસેજને પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર વહેતાં કરી દીધા હતા. જેના કારણે તે બદનામ થઈ છે.
 
રગ્બી સ્ટાર પોવેલ વેસ્લ તરફથી રમતા 23 કેપ જીતી ચૂક્યો છે અને બ્રિટિશ એનડ આઈરિશ લાયન સાથે 2009માં સાઉથ આફ્રિકાના પ્રવાસે પણ જઈ આવ્યો છે. મેદાન કરતાં તે તેના ઓફ ફિલ્ડ પ્રોબલેમના કારણે વધારે ચર્ચામાં રહ્યો છે. 2011માં તેને ફૂટબોલ ફેન સાથે ઝગડવા બદલ સસ્પેન્ડ પણ કરાયો હતો. 2010માં તેને ડ્રાયવિંગમાંથી 15 મહિના માટે સસ્પેન્જ કરવાની સાથે તેથી 1,000 પાઉન્ડનો દંડ પણ કરાયો હતો.
 
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %