Home» Gujarat» Mumbai» Essel world launch new top spin ride

હવે મજા કરાવશે એસ્સેલ વલ્ડૅની ટોપ સ્પિન રાઇડ

જીજીએન ટીમ દ્વારા | April 23, 2013, 06:41 PM IST

અમદાવાદ :

વેકેશન પડે એટલે મમ્મી પપ્પા સહિત બાળકો એવા આયોજનમાં પડી જતા હોય છે કે, આ વખતે વેકેશનમાં ક્યાં જવું? બાળકોની મનગમતી જગ્યામાં અમ્યુઝમેન્ટ પાર્કની પસંદગી પહેલી હોય છે તેમાંય જો આ પાર્ક એસ્સેલ વલ્ડૅ હોય તો પૂછવું જ શું. તાજેતરમાં જ બાળકોની આવી ધમાલમસ્તીને ધ્યાનમાં રાખીને વેકેશનની શરૂઆતના તબક્કે જ એસ્સેલ વલ્ડૅમાં ટોપ સ્પિન નામની મજેદાર રાઇડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એસ્સેલ વલ્ડૅમાં શરૂ થયેલી આ રાઇડનું ઉદ્ધાટન અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ દ્વારા કરવામાં આવ્યું હતું.

આજે અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા એસ્સેલ વલ્ર્ડ અને વોટરકિંગડમના માર્કેટિંગ અને સેલ્સહેડ ભૂષણ આનંદ મોતિયાનીએ જણાવ્યું હતું કે, ''40 લોકો બેસી શકે તેવી અને હાઇડ્રોલિક લોક ધરાવતી આ ટોપ સ્પિન રાઇડ બેસનારાને અદભુત થ્રીલનો અનુભવ કરાવશે. ''

''ટોપસ્પિન રાઇડની લોકપ્રિયતા અને તેના બનાવવામાં થયેલા ખર્ચ અંગે માહિતી આપતા ભૂષણ આનંદ મોતિયાનીએ જણાવ્યુ હતું કે, આશરે 8 થી 9 લાખના ખર્ચે બનેલી આ રાઇડ શરૂ થયા બાદ અમને તેના ઘણા જ સારા પ્રતિભાવો મળ્યા છે. લોકોના આ ઉત્સાહને કારણે જ અમે છેલ્લા 3 વર્ષમાં 5થી 6 નવી રાઇડ શરૂ કરવાનો ઉત્સાહ દાખવી શક્યા છીએ. '' તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે આશરે 1.6 મિલિયન પ્રવાસીઓ એસ્સેલ વલ્ડૅની મુલાકાત લે છે. અમને એવી આશા છે કે, આ રાઇડની લોકપ્રિયતા થકી અમે આ વધારે પ્રવાસીઓને આકર્ષી શકીશું.

ઉલ્લેખનીય છે કે એસ્સેલ વલ્ડૅ અને તેના જ પરિસરમાં આવેલો વોટર કિંગડમ નામનો થીમ વોટર પાર્ક મોટા ભાગના સહેલાણીઓને આકર્ષે છે. આશરે 68 જેટલી રાઇડ્સ ધરાવતું એસ્સેલ વલ્ડૅ અને 36 રાઇડ્ઝ ધરાવતો વોટર કિંગડમ વોટર પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

હાઇથ્રીલનો અનુભવ કરાવતી આ રાઇડ્ની ટેકનોલોજીની વિશેષતા અને સહેલાણીઓની સુરક્ષાવ્યવસ્થા માટે શું ધ્યાન રાખવામાં આવે છે તેવા જીજીએને કરેલા પ્રશ્નના ઉત્તરમાં ભૂષણઆનંદ મોતિયાનીએ જણાવ્યું હતું કે, ''રાઇડ્સની ટેકનોલોજીથી માહિતગાર રહેવા અમે દેશ વિદેશના અમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્ઝનો અભ્યાસ કરતા હોઈએ છીએ. તેમ જ સતત સંશોધન પણ કરતા રહીએ છીએ. નવી શરૂ થયેલી સ્પિન રાઇડને પણ જર્મની દ્વારા માન્યતા આપવામાં આવી છે. ''

રાઇડની સુરક્ષાના સંદર્ભે જીજીએન સાથે વિશેષ વાત કરતા ભૂષણઆનંદ મોતિયાનીએ કહ્યું કે, ''અમે ત્રણ તબક્કામાં આગળ વધીએ છીએ. જેમાં પહેલા તબક્કામાં આવે છે બેઝિક સિક્યુરિટી. જેમાં અમે વયમર્યાદા નક્કી કરી છે. ટોપ સ્પિનમાં ફક્ત 14 વર્ષથી ઉપરની વયના લોકો જ બેસી શકશે. આ ઉપરાતં સગર્ભા સ્ત્રી કે કાર્ડિયાક પેશન્ટને બેસવાની મનાઈ હોય છે અને આ અંગેની સૂચના દરેક રાઇડ પાસે લગાવેલી હોય છે. રાઇડમાં બેઠા બાદ તેમાં ડ્યૂઅલ શોલ્ડર લોક, લેપ લોક  જેવી વ્યવસ્થા હોય છે અને રાઇડ શરૂ થયા બાદ  જો કોઈ સમસ્યા હોય તો રાઇડ શરૂ જ ન થાય તેવી વ્યવસ્થા છે. વળી અમારી દરેક રાઇડ ચાલતી હોય ત્યારે અમારી એક ટીમ ત્યાં હાજર જ રહે છે.''

MP/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %