ગુજરાત સહિત અમદાવાદમાં લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે, પરંતુ તાજેતરમાં ટ્રાવેલ પોર્ટલ દ્રારા કરવામાં આવેલા ઓનલાઈન સર્વેમાં અમદાવાદને સલામત શહેર તરીકે સૌથી વધારે મત પ્રાપ્ત થયા છે. .સર્વેમાં ભાગ લેનારા પૈકી 86 ટકાએ સૌથી સલામત શહેર તરીકે અમદાવાદને મત આપ્યો હતો.
મુંબઈ 2013ના સર્વેમાં સલામત શહેર તરીકે પ્રથમ નંબરે હતુ , પરંતુ આ વખતે અમદાવાદે મુંબઈનો સલામત શહેરનો તાજ છીનવી લીધો છે. પૂણે 84 ટકા વોટ સાથે અમદાવાદ કરતા સહેજ પાછળ રહ્યું તો 81 ટકા લોકોએ બેંગ્લોરને સલામત શહેર ગણાવ્યુ હતુ. જોકે મુંબઈને 72 ટકા જ મત મળતા તે ચોથા સ્થાન પર સરકી ગયુ છે.
જોકે મહિલાઓએ મુસાફરી સંદર્ભે પણ પોતાનો મત આપ્યો હતો. જેમાં 53 ટકા મહિલાઓનું કહેવુ હતું કે જે સ્થળો સલામત હોય તે ઠેકાણે જ તેઓ એકલા મુસાફરી કરવાનું પસંદ કરે છે.
જોકે 63 ટકા મહિલાઓએ કહ્યું હતું કે તેઓ એકલા ક્યારેય મુસાફરી કરતા નથી.જ્યારે 33 ટકા મહિલાઓએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે ભારતમા એકલી મુસાફરી કરવું સલામત નથી.
MP/RP
Reader's Feedback: