ગત સપ્તાહે આકરી ગરમીનો અહેસાસ થયા પછી છેલ્લા બે દિવસથી એકાએક પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ કરતાં નાગરિકોને હજુ આ સપ્તાહે પણ આવી ઠંડકનો સામનો કરવો પડશે. બે દિવસથી ઠંડીનો પારો પુન: ગગડીને સિંગલ ડીજીટમાં પહોંચી જતાં જન જીવન ઠીંગરાઈ ગયું છે.
જામનગર સહિત રાજ્યભરમાં ફરી હવામાનમાં પલટો આવ્યો છે. ચારેક દિવસથી ગરમીનો પ્રભાવ હતો તેના સ્થાને હીમભર્યા પવનોએ સપાટો બોલાવતા દિવસ અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને ગરમીને બદલે શિયાળાની ઠંડીનો અનુભવ થયો હતો.
જામનગરમાં આજે વહેલી સવારે ઠંડા પવનો સુસવાટા સાથે વહેતા થયા હતા અને ઠંડીનો અનુભવ થયો હતો. આજે તાપમાનનો પારો 8.8 ડીગ્રી થઇ ગયો હતો, જ્યારે મહતમ તાપમાન પણ ઘટીને 26 ડીગ્રી નોંધાયું છે.
છેલ્લા ચારેક દિવસથી મહત્તમ તાપમાન ચારેક ડિગ્રી ઊંચું રહેતું હતું અને 32 થી 33 ડિગ્રી જેટલું રહેતું હતું અને ગરમીનો અનુભવ થયો હતો તેના સ્થાને બે દિવસથી નોંધપાત્ર રીતે ઘટાડો થયો હતો.
હવામાં ભેજનું પ્રમાણ મહતમ 99 ટકા અને લઘુતમ 18 ટકા નોંધાયું હતું. પવનની ઝડપ કલાકના 10-20 કિમી રહી હતી. એકાદ બે દિવસમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચો જ રહે તેવી શક્યતા છે.
કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઊભા કૃષિ પાકમાં ઝાકળ-હીમની અસર વર્તાય,તેવી શક્યતા જોવાય છે.
ઉત્તરીય-પર્વતીય ભાગોમાં હિમવર્ષાની વકી રહેતાં હવામાનમાં પલટાના સંજોગો ભૂ-ભૌગોલિક કારણો તેમજ ગ્રહ યોગોને લીધે દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તથા ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની વકી રહે. દક્ષિણ-મધ્ય ગુજરાતમાં પણ હવામાન પલટાની અસરો જણાય.
શિયાળાની ઋતુમાં ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને આકરી ઠંડી વચ્ચે ગુજરાતમાં માવઠાં, વાદળો છવાઇ જવા અને એકાએક ગરમીનો અહેસાસ થવા પાછળના કારણ સમજાવતા પટેલે ઉમેર્યું છે કે, સામાન્ય રીતે શિયાળામાં ઉત્તર અરબી સમુદ્રમાં પશ્ચિમ તરફ બનતા શિયાળુ ફરક્કાં પૂર્વ કે ઇશાન તરફ વળતાં ગુજરાતમાં માવઠાં થાય છે. દરિયા ઉપર જમા થયેલા વાદળો ભારતીય ઉપખંડમાં ઉત્તર-પશ્ચિમ હિમાલયથી શરૃ કરીને ગુજરાત સુધી પહોંચતા માવઠાં-મોસમી વરસાદ વરસાવે છે. આ વખતે દેશના પશ્ચિમ ક્ષેત્રમાં અણધાર્યા પરિવર્તનોની અસરથી ન્યુનત્તમ તાપમાન પર પશ્ચિમી વિક્ષેપોની અસર શિયાળાના બાકી દિવસોમાં જોવા મળે ખરી.
AI/RP
Reader's Feedback: