પ્રજાસત્તાક દિને ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થવા પામ્યું હતું. જેમાં ચરોતર પંથકના બોરસદ તાલુકાના સીસ્વા ગામે પ્રજાસત્તાક દિને સવિશેષ રેલીનું આયોજન થયું હતું. જનશિક્ષણ રેલી અંતર્ગત સીસ્વા યુવક મંડળે ગામવાસીઓને શિક્ષણ અંગે જાગૃતિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ રેલીનું પ્રસ્થાન સીસ્વા ગામની પ્રાથમિક શાળાના પટાંગણથી ભાજપના ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ, બોરસદા તાલુકાના સભ્ય સનાભાઈ પટેલ તેમજ સીસ્વા કેળવણી મંડળના પ્રમુખ પ્રવિણભાઈ પટેલ દ્રારા કરાવામાં આવ્યું હતું.
આ રેલીમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત ગામના શિક્ષિત યુવકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સિસ્વા ગામના યુવકો દ્વારા શિક્ષણના સંદેશ ને ગામના ખૂણે ખૂણે પહોચાડવાનો પ્રયત્ન કરવામા આવ્યા હતો. આ ઉપરાંત રેલી દરમિયાન યુવાનોએ સિસ્વા સાર્વજનિક લાઇબ્રરી ના રેજિસ્ટ્રેશન ફોર્મ નુ વીના મૂલ્યે વિતરણ કર્યુ હતુ.
રેલી દરમિયાન “બેટી બચાવો, બેટી ભણાવો, શિક્ષીત ભારત -વિક્સીત ભારત, સર્વે સમસ્યાઓનુ એક જ નિરાકરણ – શિક્ષણ” જેવા નારાઓથી ગુંજી ઉઠ્યું હતુ.ગામના છેવાડા વિસ્તાર સુધી શિક્ષણની જાગૃતિ થાય તથા કન્યા કેળવણી પ્રત્યે સમાજ પ્રોત્સાહિત થાય તે આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.
RP
Reader's Feedback: