ચરોતરના આણંદ શહેર ખાતે આજે પ્રસંગમાં જામેલું હર્ષોઉલ્લાભર્યું વાતાવરણ પલભરમાં ગમગીનીમાં ફેરવાઈ ગયું . આણંદ ખાતે ઠક્કર વાડી વિસ્તારમાં જાન લઈને આવેલા અમદાવાદના જાનૈયાઓને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે કોઈ ડમ્પર તેમના પ્રસંગ વિધ્ન સમાન સાબિત થશે.
અમદાવાદથી આવેલી જાન ઠક્કર વાડી પાસે સંગીતને સહારે ડાન્સ કરી હતી તે દરમ્યાન એક ડમ્પર આવ્યું અને જાન પર ફરી વળ્યું હતું. જેમાં ઘટનામાં પ્રારંભિક તબક્કે બે લોકોના મોત અને પાંચ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી મળી હતી.
આણંદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટના પરિણમી ત્યારે કલાકો સુધી ટ્રાફિક જામ રહેવા પામ્યો હતો. અકસ્માતને કારણે લોકોના ટોળેટોળા એક્ત્ર થી જવા પામ્યા હતા અને મરણ જનારાના પરિવારજનોએ હૈયાફાટ રૂદન ચાલુ કરી દીધું હતું. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ શહેર પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદના નારણપુરામાંથી આ જાન આવી હતી.
RP
Reader's Feedback: